લોકસભા ચૂંટણી ફરજના કર્મચારીઓને ફરજની સોંપણી સાથે તાલીમ અપાશે

0
6

કર્મચારીએ નિયત સ્થળે ફરજિયાત હાજર રહેવું
વલસાડ, તા.૧૫

લોકસભા સામાન્યપ ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત તા.૨૩/૪/૨૦૧૯ના રોજ મતદાન યોજાનાર છે. જે માટે વલસાડ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ૨૬-વલસાડ (અ.જ.જા.) બેઠકના વલસાડ જિલ્લામાં સમાવિષ્ટન પાંચેય વિધાનસભા મત વિસ્તા ર મુજબ મતદાન સ્ટાઇફને ફરજ સોંપણી કરવાની સાથે બુથવાઇઝ વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. આ તમામ ટીમોને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાનના દિવસે કરવાની થતી કામગીરીની જાણકારી આપવા તેમજ તેઓને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે તા.૧પ થી ૧૭ એપ્રિલ, ૨૦૧૯ દરમિયાન તબક્કાવાર તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં સંબંધિત કર્મચારીને ફાળવેલા મતવિસ્તાથર મુજબ તાલીમ માટે ફરજિયાતપણે હાજર રહેવા જણાવાયું છે. ૧૭૮-ધરમપુર (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારરના કર્મચારીઓને સ્?વામીનારાયણ સ્કૂ લ, રામવાડી-ધરમપુર ખાતે, ૧૭૯-વલસાડ વિધાનસભા મતવિસ્તારના કર્મચારીઓને મોરારજી દેસાઇ હોલ, એસ.ટી.ડેપો સામે, વલસાડ ખાતે, ૧૮૦-પારડી વિધાનસભા મતવિસ્તારના કર્મચારીઓને ભારતરત્નદ મોરારજી દેસાઇ હોલ, ને.હા.નં.૪૮, પારડી ખાતે, ૧૮૧-કપરાડા (અ.જ.જા.) વિધાનસભા મતવિસ્તારરના કર્મચારીઓને એન.આર.રાઉત હાઇસ્કૂ,લ, નાનાપોંઢા તેમજ ૧૮૨-ઉમરગામ (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારિના કર્મચારીઓને લક્ષ્મી વિદ્યાપીઠ હાઇસ્કૂલ-સરીગામ ખાતે તાલીમ આપવાનું આયોજન કરાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY