સુરતમાં એક ડીગ્રી તાપમાન ઘટી જતા ઠંડીનો અનુભવ
સુરત, તા.૨૬
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરી ઠંડો પવન ફુંકાવાની સાથે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતા ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગના સૂત્રો દ્વારા વધુમાં મળતી માહિતી મુજબ આગામી સપ્તાહે વધુ ઠંડી પડે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૨૯.૬ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૫ ડીગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭.૨ ટકા અને હવાનું દબાણ ૧૦૧૬.૩ મિલીબાર નોંધાયું છે. શહેરમાં ઉત્તર દિશાથી કલાકના ૪ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્ના છે. ગતરોજની સરખામણીએ આજે સવારથી જ પવનની ગતિ વધતા ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે ન્યુનતમ તાપમાન ૧૦ ડીગ્રી નોંધાયું છે. જે ગતરોજ ૧૨.૬ ડીગ્રી નોંધાયું હતું. નવસારીમાં ગતરોજની સરખામણીએ આજે તાપમાનનો પારો અઢી ડીગ્રી જેટલો ગગડી જતા દિવસ દરમ્યાન પણ ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે.
વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ન્યુનતમ તાપમાન ૧૧.૧ ડીગ્રી નોંધાયું છે. આગામી દિવસોમાં ઠડીનો ચમકારો વધે તેવી શક્યતા છે.
ો
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




