ગંગાના લાલ બનીને આવેલા મોદીજી રાફેલના દલાલ બની જશેઃ સિધ્ધુ

0
37

વાપી,તા.૧૬
દેશભરમાં તમામ રાજકીય પક્ષો ચૂંટણી સભાઓ ગજવી રહ્યાં છે. જેમાં મોટા પક્ષો પોતાના સ્ટાર પ્રચારકોનો લભા લઇ રહ્યાં છે. કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતમાં નવજાત સિંહ સિદ્ધુની સભા યોજવામાં આવી. અહીં વાપીમાં ચૂંટણી સભા દરમિયાન સિદ્ધુએ ભાજપ તથા નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. સિદ્ધુએ કાળા નાણા અને ૧૫૬ લાખ જમા થવાની વાત પર નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા.
સભા દરમિયાન સિદ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઠેકડી ઉડાવી. સિદ્ધુએ પોતાની આગવી શૈલીમાં પીએમ મોદીના ભાષણની નકલ કરી. કાળા નાણા મુદ્દે પ્રહાર કરતા સિદ્ધુએ મોદીને જૂઠ્ઠા નંબર વન ગણાવ્યા. આટલું જ નહીં સિદ્ધુએ પડકાર ફેંક્યો કે એક પાઈ પણ કાળુ ધન પાછું આવ્યું હોય તો હું રાજનીતિ છોડી દઈશ. તો પોતાના શાયરાના અંદાજમાં સિદ્ધુએ અબ કી બાર મોદી સરકારના સૂત્રની હાંસી ઉડાવતા કહ્યું કે અબ કી બાર બસ કર યાર.
સિધ્ધુએ નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, મોદીજી ખોટું બોલવામાં હિસાબ રાખતા નથી. મન આવે તેમ બોલી નાખે છે ૧૫ લાખ રૂપિયા આપવાની વાત હતી તે ક્યાં છે. રાફેલ પ્લેન તો ન ઉડ્યાં પણ તેની ફાઈલ જ ઉડી ગઈ છે. ગંગાના લાલ બનીને આવેલા મોદીજી અત્યારે રાફેલના દલાલ બની જશે. માલ્યા, નિરવ મોદી, લલિત મોદી ભાગ્યા ત્યારે ચોકીદાર ક્યાં હતાં તેવા પ્રહારો સિધ્ધુએ કર્યાં હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY