વાપીમાં ૩૨ પરિવારોએ કરી ઈચ્છામૃત્યુ માટેની માંગણી

0
27

વાપી, તા.૧૧
વાપી જીઆઈડીસી ગુંજનની જુની ગુજરાત હાઉસિંગ બોર્ડની જર્જરીત બનેલી ઈમારતનો એક ભાગ તૂટી પડ્યો હતો જેમાં એક વૃદ્ધનું મોત નિપજ્યુ હતું. આ ઘટના બાદ આ ઈમારતને ખાલી કરાવી દેવામાં આવી હતી. જેથી ૩૨ પરિવારો ખુલ્લા મેદાનમાં આશરો લેવા મજબુર બન્યા છે. ત્યારે આ ૩૨ પરિવારોએ સામૂહિક ઈચ્છામૃત્યુની માંગ કરતા ખળભળાટ મચી ગયો છે. પરિવારોનો આક્ષેપ છે કે તંત્રના વાંકે તેઓ છેલ્લા ૧૯ દિવસથી એક ખુલ્લા મેદાનમાં રહેવા માટે મજબુર બન્યા છે. આ અંગે અનેક વખત રજુઆતો પણ કરવામાં આવી છે પરંતુ તંત્ર તેમની વાત સાંભળવા માટે તૈયાર નથી. વાપીના ગુંજન વિસ્તારમાં ગત ૨૩મીએ તેમના બિલ્ડિંગના ધાબાની દીવાલ તૂટી પડી હતી. આ બનાવમાં એક વ્યક્તિનુ મોત નિપજ્યુ હતું. તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ બાદ તંત્રએ આખુ બિલ્ડિંગ ખાલી કરાવી દીધુ હતુ. જેના કારણે અહીં રહેતા ૩૨ જેટલા પરિવારો બેઘર બની ગયા છે. આ વાતને ૧૯ દિવસ થઈ ગયા હોવા છતા તંત્રએ કોઈ પગલા લીધા નથી. જેના કારણે પરિવારોએ ઈચ્છામૃત્યુની માંગણી કરી છે. પરિવારોનો દાવો છે કે તંત્ર તરફથી તેમને કોઈ મદદ કરવામાં આવી રહી નથી. અનેક વખત રજુઆત કરવા છતા તંત્ર તેમની કોઈ વાત સાંભળી રહ્યુ નથી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY