સાવધાન…બાળલગ્નમાં સહભાગી થનાર સામે પણ ફોજદારી કાર્યવાહી કરાશે

0
41

ખેડામાં વિતેલા ૧ વર્ષ દરમિયાન કુલ ૨૫ બાળલગ્નોને અટકાવાયા
ખેડા,તા.૧
લગ્નગાળાની સિઝન શરૂ થઇ ગઇ છે. તેમજ અખાત્રિજમાં આ લગ્ન પુર બહારમાં ખીલી ઉઠે છે. જેથી બાળ લગ્ન અટકાવવા જરૂરી છે. જો તપાસ દરમિયાન બાળલગ્ન માલૂમ પડશે તો લગ્નમાં સહભાગી થનાર તમામ લોકોની સામે ફોજદારી ગુનો નોંધવામાં આવશે. તેમ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું હતું.
આ અંગેની વધુ માહિતી જાવામાં આવે તો, ૧૮ વર્ષથી નીચેની યુવતી અને ર૧ વર્ષથી નીચેના યુવકના લગ્ન કરાવવા, કરવા કે લગ્ન કરવામાં મદદગારી કરવી એ બાળ લગ્ન પ્રતિબંઘક અઘિનિયમ – ર૦૦૬ મુજબ ફોજદારી ગુનો બને છે. જા આવા લગ્ન કરાવવામાં આવે તો વર-કન્યા માતા-પિતા, વર અને કન્યામાંથી જે પુખ્ત વયનું હોય તે ગોર મહારાજ, મંડ૫ વાળા, ડી.જે. વાળા, લગ્નમમાં સહભાગી થનાર તમામ લોકો સામે ફોજદારી ગુનો બને છે. આ કાયદાનો ભંગ કરવા બદલ એક લાખ રૂપિયા સુઘીનો દંડ અને ર વર્ષની સખત કેદની સજાની જાગવાઇ છે. જા આવા લગ્ન થતા હોય અને લગ્ન થતા ૫હેલા જાણ કરવામાં આવે તો આવા લગ્ન અટકાવવામાં આવે છે. ખેડા જિલ્લામાં ગત વર્ષે કુલ ૨૫ જેટલા બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આયોજકોએ જન્મતારીખની ચકાસણી કરી જ લગ્ન કરાવવા(બોકસ) હાલમાં લગ્નવની સીઝન ચાલુ થયેલ હોય, ઘણા બઘા સમાજમાં સમુહ લગ્નલના આયોજન થઇ રહયા છે ત્યારે સમુહ લગ્નજના આયોજકોએ સમુહ લગ્નમાં જાડાનાર દરેક વરઘોડીયાના જન્મ તારીખના દાખલાની ચકાસણી કરી અને કાયદા મુજબ પાત્રતા ઘરાવતા હોય તેવા છોકરા-છોકરીઓના જ લગ્નદ કરવા વિનંતી છે. કોઇ ૫ણ બાળલગ્ન ન થાય તે જાવા સમગ્ર સમાજ અને સમાજના આગેવાનોને બાળલગ્ન પ્રતિબંઘક અઘિકારીએ જણાવાયું છે. બાળલગ્નની જાણ કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY