ન્યુ દિલ્હી,તા.૪
રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાન (નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફાર ટ્રાન્સફા‹મગ ઇન્ડિયા – ‘નીતિ’ આયોગ)ના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે દેશમાં નાટબંધી બાદ ધીમા પડેલા અર્થતંત્ર માટે ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનની અયોગ્ય નીતિ, ખાસ કરીને બૅન્કોની નાન-પરફા‹મગ ઍસૅટ્સ (એનપીએ)ને લગતા અભિગમને સોમવારે જવાબદાર ગણાવ્યો હતો. રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાનના ઉપાધ્યક્ષે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે દેશમાં રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ની ચલણી નાટો રદ થવાને કારણે નહિ, પરંતુ નાન-પરફા‹મગ ઍસૅટ્સ (એનપીએ)ને લગતી રઘુરામ રાજનની નીતિને લીધે દેશનું અર્થતંત્ર ધીમું પડ્યું હતું.
રાજીવ કુમારે જણાવ્યું હતું કે દેશમાં ૨૦૧૫-૨૦૧૬ના અંતિમ ત્રિમાસિકગાળાથી સતત છ ત્રિમાસિકગાળા સુધી આર્થિક વિકાસદર ઘટ્યો હતો અને તેનું કારણ નાટબંધી નહિ, પરંતુ ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નરની ખોટી નીતિ જવાબદાર હતી. તેમણે જણાવ્યું હતું કે સ્ટ્રૅસ્ડ ઍકાઉન્ટને લગતી રઘુરામ રાજનની નીતિથી બૅન્કિંગ ક્ષેત્રની નાન-પરફા‹મગ ઍસૅટ્સ વધી હતી.
રાજીવ કુમારે જણાવ્યું હતું કે હાલની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવી ત્યારે બૅન્કોની નાન-પરફા‹મગ ઍસૅટ્સ રૂપિયા ચાર લાખ કરોડ હતી અને તે રઘુરામ રાજનની અયોગ્ય નીતિને લીધે ૨૦૧૭ના મધ્યમાં વધીને રૂપિયા ૧૦.૫ લાખ કરોડ થઇ હતી. તેમણે જણાવ્યું હતું કે રઘુરામ રાજનની એનપીએને લગતી અયોગ્ય નીતિને લીધે અનેક બૅન્કે ઉદ્યોગોને ધિરાણ આપવાનું ઓછું કર્યું હતું અથવા લગભગ બંધ કર્યું હતું અને તેથી દેશનું અર્થતંત્ર ધીમું પડ્યું હતું.
રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાનના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જણાવ્યું હતું કે રિઝર્વ બૅન્કના ગવર્નરની અયોગ્ય નીતિને કારણે ધિરાણનો દર ઘટીને એકથી બે ટકા જેટલો થઇ ગયો હતો અને અમુક ત્રિમાસિકગાળામાં તો નકારાત્મક નોંધાયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



