ત્રણ પોલીસકર્મીઓની હત્યા : ૭૦૦ જવાનોએ આઠ ગામમાં સર્ચ આૅપરેશન હાથ ધર્યુ

0
8

શ્રીનગર,તા.૨૨
જમ્મૂ-કાશ્મીરના પુલવામા જીલ્લામાં આજે સવારથી જ આતંકવાદીઓને શોધી કાઢવા માટે સુરક્ષાબળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગઈ કાલે આતંકવાદીઓ દ્વારા ૩ પોલીસકર્મીઓની હત્યા નિપજાવ્યા બાદ સુરક્ષાબળોને જાણકારી મળી હતી કે આતંકવાદીઓની એક આખી ટીમ પુલાવમા અને શોપિયાંની આસપાસમા ગામડાઓમાં છુપાઈને બેઠી છે. જેમને શોધી કાઢવા સ્થાનિક પોલીસ સાથે મલીને સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
જાણકારી અનુંસાર આ સર્ચ ઓપરેશનમાં સેનાની ૫૩ અને ૫૫ રાષ્ટ્રીય રાઈફલ્સ, ૨૩ પેરા ફોર્સિસ, ઝ્રઇઁહ્લની ૧૮૨ તથા ૧૮૩ બટાલિયન અને જમ્મૂ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ગ્રુપના જાવાનો પુલવામા અને શોપિયાના ૮ જેટલા જુદા જુદા ગામડાઓમાં રર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં છે. આ અભિયાનમાં પુલવામાના લસ્સીપોરા, અલાઈપોરા, હજદારપોરા સહિતના અનેક ગામડાઓને સખત ઘેરાબંધી કરી દેવામાં આવી છે. આ મેગા સર્ચ ઓપરેશન માટે ૭૦૦ જેટલા જવાનોનો કાફલો ઉતારવામાં આવ્યો છે.
આતંકવાદીઓને શોધી કાઢવા માટે સુરક્ષાબળોની એક ટીમે પુલવામા જીલ્લાના ૮ ગામોને ઘેરી લીધા છે. સાથે જ ગ્રામીણોને પણ સુચના આપી દેવામાં આવી છે કે, તે આ અભિયાન દરમિયાન પોત પોતાના ઘરની બહાર નિકળે. જ્યારે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખતા પ્રશાસનિક અધિકારીઓએ આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.
જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં ગુરૂવારે રાતથી લાપતા ૪ પોલીસકર્મીઓમાંથી ૩ના મૃતદેહો શુક્રવારે સવારે મળી આવ્યાં હતાં. મરનારાઓમાં બે એસપીઓ અને એક પોલીસ કોન્સ્ટેબલ શામેલ હતો. આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ વિરૂદ્ધ રાજ્યની પોલીસ અને સુરક્ષાબળો તરફથી સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY