વાયનાડ,તા.૨૮
કેરળમાં આવેલા પૂર બાદ રાહત કાર્યોની જાણકારી લેવા પોતાના સંસદીય વિસ્તાર વાયનાડ પહોંચેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એક અત્યંત ક્ષોભજન સ્થિતિમાં મુકાયા હતાં. રાહુલ ગાંધી કારમાં બેઠા બેઠા મીડિયા સાથે વાતચીત કરી રહ્યાં હતાં ત્યારે જ આ ઘટના ઘટી હતી.
આ ઘટનાથી રાહુલ ગાંધીની એસપીજી સુરક્ષામાં ચુક પણ સામે આવી છે. એક બાળકે જ રાહુલ ગાંધીની સુરક્ષા સામે સવાલ ખડા કરી દીધા છે. જોકે આ ઘટનાને લઈને રાહુલ ગાંધીની ભારે મજાક પણ ઉડી છે.
રાહુલ ગાંધી આજે વાયનાડ પહોંચ્યા હતાં. અહીં તેઓ પૂર પીડિતોને મળી રહ્યાં હતાં. ત્યાર બાદ તેઓ કારમાં બેઠા બેઠા માધ્યમો સાથે વાતચીત કરી રહ્યાં હતાં ત્યારે એક બાળક અચાનક નજીક આવ્યો હતો અને તેને રાહુલ ગાંધીને ગાલ પર કિસ કરી લીધી હતી. જોકે બાળકની આ હરકત પર રાહુલ ગાંધી મુસ્કુરાવવા લાગ્યા હતાં.
રાહુલ ગાંધીની સુરક્ષા એસપીજી કરે છે. તેમની સુરક્ષામાં એસપીજીના કમાન્ડો હોય છે જે એકદમ મુસ્તેદ માનવામાં આવે છે. તેવામાં એક બાળક સુરક્ષા ઘેરો તોડીને છેક રાહુલ ગાંધી પાસે પહોંચી જતા સુરક્ષાના સવાલ ઉભા થયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





