અમદાવાદ,તા.૨૮
આ ચોમાસામાં વરસાદમાં પ૦ ટકાની ઘટ પડવા છતાં પણ ઊબડખાબડ રસ્તાને રિપેર કરવાના મામલે તંત્રની ધીમી કામગીરીથી અકળાયેલા નાગરિકો માટે સારા સમાચાર છે. સત્તાવાળાઓએ આગામી એપ્રિલ સુધીમાં શહેરના તમામ ડિસ્કો રોડને સુધારવાનો દાવો કર્યો છે.
શહેરના બિસ્માર રસ્તાના કારણે દરરોજ હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. સામાન્ય રીતે નવરાત્રિથી દિવાળી વચ્ચેના સમયગાળામાં રોડ રિસરફેસિંગના કામમાં ખાસ્સી ઝડપ કરાય છે, પરંતુ આ વખતે તો તંત્ર દ્વારા રોડ રિસરફેસિંગના બદલે માત્ર પેચવર્કના થાગડથીંગડ જ કામ કરાયા હતા. જેના કારણે ખુદ શાસક ભાજપના જ કોર્પોરેટરોમાં નારાજગી ફેલાઇ હતી.
જોકે રોડમાં હવે ઇજનેર વિભાગના બદલે ખાસ કન્સલ્ટન્ટ નીમીને તેમના સુપરવિઝનમાં કામ થવાનું છે, પરંતુ રોડના કામના સુપરવિઝનમાં કન્સલ્ટન્ટ દ્વારા ખાસ ઉત્સાહ બતાવવામાં આવ્યો ન હતો. જાકે આ બાબતને ગંભીરતાથી લેવાની ટોચના સ્તરેથી અપાયેલી સૂચનાના આધારે સંબંધિત વિભાગ હરકતમાં આવ્યો હતો અને હવે કન્સલ્ટન્ટ નીમાઇ ગયા હોઇ રોડના કામમાં ઝડપ આવશે.
સત્તાવાળાઓ દ્વારા રોડ રિપેરિંગ માટે ૩.પ૦ લાખ મેટ્રિક ટન માલ ઉપયોગમાં લેવાશે, પરંતુ દેવદિવાળી બાદ માત્ર પ્રતિદિવસ ૩,૦૦૦ મેટ્રિક ટન માલ વપરાયો છે. જાકે આ મામલે ઇજનેર વિભાગના ટોચના સૂત્રોએ એવો આશાવાદ દર્શાવ્યો છે કે આગામી અઠવાડિયામાં રોડના કામમાં ગતિ આવીને પ્રતિ દિવસ ૩પ૦૦ મેટ્રિક ટન માલ ઉપયોગમાં લેવાશે. જેના કારણે તેના પછીના ૧૦૦ દિવસમાં એટલે કે એપ્રિલ સુધીમાં શહેરના તમામ ઊબડખાબડ રસ્તા રિપેર થઇને વાહનચાલકોને રાહતરૂપ બનશે. તંત્ર દ્વારા રોડ રિપેરિંગમાં એપ્રિલ મહિનાનો જ લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે તેવો દાવો પણ આ સૂત્રોએ કર્યો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






