વીડિયો શેરિંગ વેબસાઈટ યૂટ્યૂબ બે કલાક બંધ રહ્યું,કંપનીએ યૂઝર્સની માફી માંગી

0
47

ન્યુ દિલ્હી,તા.૧૭
વીડિયો શેરિંગ વેબસાઈટ યૂટ્યુબ ભારતીય સમયાનુસાર બુધવારે સવારે ૬ઃ૩૦ વાગ્યાથી ઠપ થઈ ગયું હતું જે થોડા કલાક બાદ ફરી શરૂ થઈ ગયું છે. વિશ્વભરના યૂઝર્સથી યૂટ્યુબમાં એરરની ફરિયાદ મળી હતી. ડેસ્કટોપ વર્ઝન પર વેબસાઈટ ટેમ્પલેટ જાવા મળી રહ્યું હતું પરંતુ વીડિયો પ્લે થતો ન હતો. વીડિયો પર ક્લિક કરતાં જ ઈન્ટરનલ સર્વર એરર જાવા મળતું હતું જેને પગલે વિશ્વભરના યૂઝર્સને ભારે તકલીફ પડી હતી. જા કે આ અંગેના સંજ્ઞાન લેતાં કંપનીએ આ ખરાબીને જલદીથી ઠીક કરવાની વાત કરી હતી અને થોડાં કલાક બાદ યૂટ્યુબ કામ કરવા લાગ્યું હતું.
યૂટ્યુબની ખરાબી ઠીક કર્યાં બાદ કંપનીએ ટ્વિટર પર કહ્યું, “અમે પરત આવી ગયાં છીએ. તમારા લોકોના ધૈર્ય માટે ધન્યવાદ. જા તમને લોકોને નિયમિત કોઈ પરેશાની થાય છે તો અમને જરૂર જણાવજા.”
બુધવારે સવારથી જ યૂટ્યુબ ખોલ્યાં બાદ તેના હોમપેજ પર એરરનો સંદેશો આવી રહ્યો હતો. જે બાદ જા યૂઝર્સ તેમાં કંઈ પણ સર્ચ કરે તો તે બાદ વીડિયો સ્ક્રીન કાળી થઈને તેમાં એરર જાવા મળતું હતું. એટલે કે યૂઝર્સ યૂટ્યુબ પર કંઈ પણ જાવા માટે અસમર્થ હતા. બુધવારે સવારે યૂટ્યુબ ઠપ પડવાને કારણે વિશ્વભરના યૂઝર્સ તેમાં વીડિયો જાઈ શકતા ન હતા.
વિશ્વના અનેક દેશોમાં યૂટ્યુબનું મોબાઈલ એપ, યૂટ્યુબ ટીવી અને યૂટ્યુબ મ્યુઝીક પણ કામ ન કરતા કંપની એરર ઠીક કરવામાં લાગી ગઈ હતી. તેઓએ યૂઝર્સની માફી પણ માંગી હતી. જા કે તે અંગે કોઈ જ ફોડ નથી પાડ્યો કે એરરમાં શું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY