મારા શરીર વિશે કોઇ ટકોર કરે એ મને ગમતું નથી : વિદ્યા બાલન

0
42

મુંબઈ,તા.૨૬
ટોચની અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા વિદ્યા બાલને કહ્યું હતું કે કોઇ મારા શરીર વિશે એલફેલ બોલે એ મને ગમતું નથી. બાકી જાડી (હિન્દીમાં મોટી) શબ્દને હું ગાળ સમજતી નથી.
ટોચની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને સિનિયર અભિનેતા અનિલ કપૂરને ચમકાવતી આગામી ફિલ્મ ફન્ને ખાનમાં સ્થૂળ કાયા ધરાવતી ટીનેજર તરીકે ચમકતી અભિનેત્રી પીહુ સાંડની અત્યારથી આકરી ટીકા થઇ રહી છે એ સંદર્ભમાં વિદ્યા બોલી રહી હતી. પીહુ આ ફિલ્મમાં દિવ્યા દત્તા અને અનિલ કપૂરની પુત્રી લતાનો રોલ કરે છે.
પીહુએ કહ્યું હતું કે મને ડાયરેક્ટરે વજન વધારવાનું કહ્યું હતું એટલે મેં વીસ કિલો વજન વધાર્યું હતું. ફિલ્મમાં એ ૯૮ કિલો વજન ધરાવતી ટીનેજર દેખાશે.
અત્યાર અગાઉ અનિલ કપૂરે પણ પોતાની અભિનેત્રી પુત્રી સોનમ કપૂર અને ભત્રીજા અર્જુન કપૂર વિશે થયેલી ટીકાટીપ્પણનો ઉલ્લેખ કર્યો હતો. દમ લગા કે હૈશા ફિલ્મમાં જાડીપાડી પત્નીનો રોલ કરનારી અભિનેત્રી ભૂમિ પેડણેકરે કહ્યું કે મારી પહેલીજ ફિલ્મ પછી મારા વિશે પણ આવી અભદ્ર ટકોર થઇ હતી. પરંતુ મેં ધ્યાનમાં લીધી નહોતી કારણ કે ડાયરેક્ટરની સલાહ મુજબ ફિલ્મના પાત્રને અનુરૃપ આવા ફેરફારો કલાકારોએ કરવા પડતા હોય છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY