વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂ. 3,૪૨,૨૦૦ /- નો મુદ્દામાલ સાથે એકને પકડી પાડતી નબીપુર પોલીસ

0
20

ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓએ જીલ્લામાં પ્રોહીબીશનની બદી નાબુદ કરવા આપેલ સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક સા. ડી.પી.વાઘેલા નાઓના માર્ગદર્શન મુજબ નબીપુર પો.સટે,ના 1/૮ પોલીસ સબ ઇન્સપેકટર એસ.એન.દેસાઇ તથા નબીપુર પો.સ્ટે.ના માણસો નબીપુર પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી રેડમાં હાજર હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ. જે.જે.પટેલને મળેલ બાતમી આઘારે ઝનોર ગામની સીમમાં આવેલ શનાભાઇ કેસુરભાઇ વસાવાના તુવેરના ખેતરમાં પ્રોહી રેડ કરતા પરપ્રાતીય અને પ્રતિબંધીત ભારતીય બનાવટનો “એઇટ પી.એમ.” ના ઇગ્લીશ દારૂના ૧૮૦ મીલી. ના પાઉયના શીલબંધ બોક્ષ નંગ ૬૪ જેમા ભરેલ કુલ પાઉચ નંગ ૩૦૭૨/- જેની કુલ કિ.રૂ. 3,03,૨૦૦/-મળી આવેલ તથા આરોપી સંજ્યભાઇ અરવિંદભાઇ વસાવા નાનો એક મેસ્ટ્રો મો.સાયકલ રજી.નં. જીજે-૧૬-બી.એફ.- ૧૯૩૦ ની સાથે પકડી આઆરોપીને મળી આવેલ દારૂના જથ્થા બાબતે પુછપરછ કરતા ઝનોર ગામનો વિજ્યભાઇ શનાભાઇ વસાવા એ આ દારૂનો જથ્થો વેચાણ કરવા રાખેલ હોવાનુ જણાવતા આ બન્ને આરોપીઓ વિરૂધ્ધ નબીપુર પો.સટે.માં કાયદેસર થવા ફરિયાદ દાખલ કરાવેલ છે. જે કેશની આગળની વધુ તપાસ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એસ.એન,દેસાઇ નાઓ કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY