ભરૂચ કલરવ શાળાના બાળકો સ્વામાન ભેર જીવન જીવે માટે સંસ્થાની અનોખી પહેલ.

0
16

રોટરી કલબની પાછળના ભાગે આવેલ કલરવ સ્કૂના દિવ્યાંગ બાળકો બાળકોએ સમાજમાં સમાન ભેર જીવન સાથે રોજગારી મેળવવાની સંસ્થા દ્વારા અનોખી પહેલ કરી છે.

દિવાળી પર્વ હવે ઘર આંગણે આવીને ઊભું છે. ત્યારે સૌ કોઈ આ પર્વને મનાવવા માટે અનેક પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. તો બીજી તરફ શાળાઓમાં પણ આગામી સોમવારથી દિવાળી વેકેશન શરૂ થઈ જવાનું છે. આવા સંજોગોમાં ભરૂચ ખાતે આવેલી દિવ્યાંગોની શાળા એટલે કલરવ સ્કૂલનાં બાળકો વાર તહેવારે તેમની મહેનત થકી અનેક હાથ બનાવટની વસ્તુઓ બનવતા હોય છે.જેનું તહેવારોમાં વેચાણ કરી આ બાળકોને પગભર કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે.

ભરૂચની કલરવ સ્કૂલમાં આવતા દિવ્યાંગ બાળકોને સંસ્થા દ્વારા અનેક પ્રકારનાં હુનર શીખવાડવા માં આવે છે, અને તેના થકી આ બાળકોમાં રહેલી સ્કિલને બહાર લાવી ભવિષ્યમાં કેવી રીતે પગભર કરી શકાય તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. દિવાળીના પર્વે નિમિત્તે દિવ્યાંગ બાળકો દ્વારા માટીના દિવડાઓ પર કલર તથા સુંદર ડેકોરેટસન કરીને દીવડાઓ બનાવી માર્કેટમાં વેચવામાં આવે છે.તેનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. એક તરફ તેમનાં હાથ વણાંટ થકી તેમની કલાને બિરદાવવામાં આવે છે. તો બીજી તરફ તેમણે મહેનત થકી બનાવેલી વસ્તુઓનું વેચાણ કરી તેમાંથી થતી આવક આવશે તેના બાળકોનાં વિવિધ કાર્યો માટે વાપરવામાં આવે છે.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY