મુંબઈ,તા.૧૬
જાતીય દુરાચારના એક કરતાં વધુ આક્ષેપો થવા છતાં પટણાના ગણિતજ્ઞા આનંદ કુમારની બાયો ફિલ્મ સુપર ૩૦ના ડાયરેક્ટર તરીકે વિકાસ બહલ જ ચાલુ હોવાની જાણકારી મળી હતી.
અગાઉ એવા મિડિયા અહેવાલ પ્રગટ થયા હતા કે વિકાસ બહલને સુપર ૩૦ના ડાયરેક્ટર પદેથી ખસેડવા ખુદ ફિલ્મના હીરો રિતિક રોશને પણ આડકતરી રીતે નિર્માતાઓને જણાવ્યું હતું. આ ફિલ્મ વિકાસને બદલે કબીર ખાન પૂરી કરશે એવું પણ આ અહેવાલોમાં જણાવાયું હતું.
પરંતુ લેટેસ્ટ માહિતી એેવી છે કે ફિલ્મ લગભગ પૂરી થઇ ચૂકી છે અને હાલ એડિટિંગના ટેબલ પર છે એટલે પ્રોડયુસર્સ વિકાસને ખસેડવાના મતના નથી.
લેખક સંજીવ દત્તા અને ડાયરેક્ટર વિકાસ બહલ જ્યાં છે ત્યાં રહેશે અને હાલ ફિલ્મના એડિટિંગમાં વિકાસ વ્યસ્ત છે. આ તબક્કે એને ખસેડવાથી ફિલ્મને સારું એવું નુકસાન થઇ શકે છે એમ આ ફિલ્મ સાથે સંકળાયેલા એક પ્રવક્તાએ કÌšં હતું. હાલ વિકાસને ખસેડવામાં નહીં આવે. એની વિરુદ્ધ આક્ષેપોની તડી વરસી રહી હતી ત્યારે પ્રોડયુસર્સ મૌન ધરીને બેઠાં હતા. હવે આક્ષેપોનું વાવાઝોડું પસાર થઇ ચૂક્્યું છે ત્યારે પ્રોડયુસર્સ સાજિદ નડિયાદવાલા અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ એવા મતના છે કે વિકાસને એનું કામ કરવા દો. આમ ક્રેડિટમાં પણ ડાયરેક્ટર તરીકે વિકાસનું નામ જ આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



