‘સિમ્બા’માં અજય દેવગણનો કેમિયો હશે

0
12

મુંબઈ,તા.૧૬
ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહરની રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ સિમ્બામાં સિનિયર અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણનો એક કેમિયો હશે એેવી માહિતીએ બોલિવૂડમાં વિસ્મયની લાગણી પ્રવર્તાવી હતી.
આમ થવાનું કારણ પણ છે. હજુ ગઇ કાલ સુધી અજય દેવગણ અને કરણ જાહર વચ્ચે એક પ્રકારની ગેરસમજ કહો કે અણબનાવ કહો એવું હતું. બંને એકમેકની સામે સુદ્ધાં આવતાં નહોતાં. વાત કરવાનો તો સવાલ જ નહોતો. હવે કરણની ફિલ્મમાં અજય કેમિયો કરે તો સ્વાભાવિક છે કે સૌને નવાઇ લાગે.
પરંતુ આ કિસ્સામાં રોહિત અને કાજાલ નિમિત્ત બન્યાં છે. ગયા સપ્તાહે આ સ્થાનેથી અમે તમને જણાવેલું કે કાજાલે કરણ અને અજય વચ્ચે સમાધાન કરાવ્યું છે અને બંને જણ કાફી વીથ કરણમાં પણ સાથે દેખાશે.
બીજી બાજુ અજય અને રોહિતની દોસ્તી પણ જાણીતી છે. આ બંનેએ એક તરફ ગોલમાલ અગેન જેવી સુપરહિટ કોમેડી આપી છે તેમ સિંઘમ જેવી હિટ એક્શન ફિલ્મો પણ આપી છે. સિમ્બામાં પણ એક પોલીસ આૅફિસરની કથા છે જે ધૂની-તરંગી છે. આ ફિલ્મની પરાકાષ્ઠામાં સિંઘમ પણ થોડી વાર માટે જાવા મળશે એેમ રોહિતના પ્રવક્તાએ કહ્યું હતું. રોહિત દર્શકોને આશ્ચર્યચકિત કરવા માગે છે એટલે ફિલ્મના ક્લાયમેક્સમાં સિંઘમ (અજય દેવગણ ) પણ જાવા મળશે એવું આ પ્રવક્તાએ કહ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY