કુલ 196માંથી 175 ગામની જમીન સંપાદન થઇ
– ખેડૂતો પોતાની જમીનના વધુ ભાવો માગી રહ્યા છે
અમદાવાદ-મુંબઇ વચ્ચેનાં દેશના સૌથી પ્રથમ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીનું સપનું છે. પરંતુ ગુજરાતના ૨૧ ગામનાં ખેડૂતોએ મોદીના કહેવાતા આ ‘વિકાસ રથ’ પર બ્રેક મારવાનું કામ કર્યું છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે તેઓ પોતાની જમીન આપવા જ તૈયાર નથી. તેઓ પોતાની જમીનમાં ખૂબ જ વધુ ભાવો માગી રહ્યા છે. જે સરકાર આપી શકે તેમ નથી. આથી હાલમાં ખેડૂતોને જમીન સોંપી દેવા માટેની સમજાવટ કરવામાં આવી રહી છે. જ્યાં સુધી આ ૨૧ ગામોની જમીનનું સંપાદન કરી શકાશે નહીં ત્યાં સુધી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પણ લટકેલો જ રહેશે. અમદાવાદ-મુંબઇ વચ્ચે ૫૦૮ કી.મી.ના અંતરમાં હાઈસ્પીડ ટ્રેન દોડાવવાનું આયોજન છે. વડાપ્રધાન મોદી દ્વારા ચૂંટણી પહેલા અમદાવાદમાં આ પ્રોજેક્ટનું ખાતમૂર્હુત પણ કરી નાખ્યું હતું. બુલેટ ટ્રેન માટે ગુજરાતનાં આઠ જિલ્લાઓમાં ૧૯૬ ગામોની કુલ ૬૭૬ હેકટર જમીન સંપાદન કરવાની થાય છે. આઠ જિલ્લામાં અમદાવાદ, આણંદ, સુરત, વડોદરા, નવસારી, વલસાડ, ભરૃચ, ખેડાનો સમાવેશ થાય છે. બુલેટ ટ્રેનનું ફાઈનલ એલાઇમેન્ટ પણ પૂર્ણ થઇ ગયું છે.ગુજરાત સરકાર દ્વારા સોશિયલ સર્વે કરાવાયો હતો. જેમાં ગામલોકોએ જમીન સોંપવાની લીલી ઝંડી પણ આપી દીધી હતી.આ અંગે મહેસુલ મંત્રી કૌશિક પટેલે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૧૯૬ ગામની જમીન સંપાદન માટે મંજૂરી આપી તેમાં ૨૦૧૩ના કાયદા હેઠળ શહેરી વિસ્તાર હોય તો બજારભાવના ડબલ જ્યારે ગ્રામ્ય વિસ્તાર હોય તો બજાર ભાવથી ચાર ગણા વધુ પૈસા ખેડૂતોને ચૂકવવાનું નક્કી કરી તે મુજબ અમલ કરાયો છે. ૧૯૬માંથી ૧૭૫ ગામોમાં સંપાદનની કામગીરી લગભગ પૂર્ણ થવા પર છે. પરંતુ ૨૧ ગામોમાં હજુ જમીન સંપાદન કરવાનું બાકી છે. તેઓએ કહ્યું કે ખેડૂતો સાથેની વાટાઘાટો ચાલુ છે. ટૂંક સમયમાં તેનું સકારાત્મક પરિણામ મળશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



