ગાળો બોલવાની ના પાડનાર વૃદ્ધને જ મોતને ઘાટ ઉતારાયો

0
22

અમદાવાદ,તા.૧૪
શહેરના જૂના વાડજ વિસ્તારમાં સામાન્ય બાબતે ગઇ કાલે રાત્રે એક વૃદ્ધની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આરોપીઓએ વૃદ્ધને ડંડા વડે ફટકારતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું હોસ્પિટલમાં મોત થતાં મામલો ગરમાયો હતો.
જૂના વાડજ વિસ્તારમાં આવેલ તુલસીનગર સોસાયટી સામે રહેતા વિવેકાનંદ બડઘાએ વાડજ પોલીસ સ્ટેશનમાં સંજય ચૌહાણ અને તેની પત્ની ભાવના ચૌહાણ, જીતુ ચૌહાણ અને અમિત વિરુદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે પિતાજી નાથાભાઈ બડઘા તેમજ પરિવારના સભ્યો ગઈ કાલે ઘરે હાજર હતા. ઘરપરિવારમાં માતાજીનું નૈવેદ્ય રાખ્યું હતું.
માતાજીના નૈવેદ્યનું કામ પૂરું થતાં નાથાભાઈ ઘરની બહાર બેઠા હતા ત્યારે ગઈ કાલ રાત્રે તેમના ઘરની બહાર પતિ-પત્ની અને બે યુવક અંદરોઅંદર ગાળો બોલતાં હતાં અને ત્રણેય યુવકોના હાથમાં ડંડા હતા. તે સમયે નાથાભાઈએ ચારેયને ગાળો બોલવાની ના પાડી હતી.
નાથાભાઈએ ઠપકો આપતાં પતિ-પત્ની અને બે યુવક ઉશ્કેરાયાં હતાં અને જાહેરમાં બીભત્સ ગાળો બોલીને મારામારી શરૂ કરી હતી. તેમણે નાથાભાઈ પર ડંડા અને ફેંટથી હુમલો કર્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. થોડી વાર પછી ચારેય ભેગા મળીને ઈંટો મારીને ભાગી ગયા હતા.
ત્યાંથી નાથાભાઈને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ નાથાભાઇને મૃત જાહેર કર્યા હતો, હાલ પોલીસે પતિ-પત્ની અને બે યુવકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY