હજરત અબ્દુલ હલીમશા દાતાર ભંડારી(ર.અ.) નો ઉર્સે મુબારક ધામધૂમ થી ઉજવાયો

0
158

સૈકાઓ પહેલા સુન્ની મુસ્લિમ સમુદાય ના સૂફી સંતો ભરૂચ ના આંગણે પધાર્યા હતા કેમકે તે સમયે ભરૂચ એક બંદર હતું જ્યાંથી પરદેશ સાથે તમામ વહેવારો થતા હતા.જે તે સદી માં ભરૂચમાં એક સાથે ૧૨ પીર ભાઈ બહેન કહો કે સૂફી સંત ભરૂચ ને કર્મભૂમિ બનાવી હતી જેમના મઝાર શરીફ આજે પણ આસ્થાનું કેન્દ્ર બન્યા છે.એ પૈકી ના એક સૂફી હજરત અબ્દુલ હલીમશા મનાય છે.આપને દાતાર એટલેકે આપનાર અને ભંડારી એટલે કે ખજાનચી ,આ એક એવા જમાના ના સંત છે જ્યારે દીન દુખિયા એમની પાસે આશા લઇ જતા અને તેમની રહેમત થી ભાગ્ય માં ના હોય તો પણ ગરીબ મજલુમ ના ધર્યા કામ થતા હતા અને આજે પણ સુન્ની મુસ્લિમ બિરાદરો સાથે અન્ય કોમ ના લોકો પણ દાતાર ભંડારી પર શ્રદ્ધા રાખી દર ગુરુવાર રવિવારે આપ ની દરગાહ શરીફ ની જિયારત કરી ધન્યતા અનુભવે છે એક એવી પણ લોકવાયકા છે ભરૂચ કોઠી રોડ પર આવેલ સૂફી સૈયદ એડરૂશ બાવાની (ર.અ.) જિયારત કરી જે મન્નત માંગો તે અંકલેશ્વર ના હલીમશા દાતાર ભંડારી માં પુરી થાય જ છે એવો શ્રદ્ધાળુઓ નો વિશ્વાસ છે.
આજે જ્યારે દેશ નો માહોલ એકબીજા થી નફરત ઉભી કરવાનો બન્યો છે ત્યારે આ બુઝુર્ગ ની મઝાર શરીફ પર હિન્દૂ-મુસ્લિમ એક સાથે માથું નમાવી કોમી એકતા ની મિસાલ બતાવે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY