ઇસ્લામાબાદ,તા.૧૧
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન આસિફ અલી જરદારીની ધરપકડના એક દિવસ બાદ એનએબીએ મોટી કાર્યવાહી કરી છે. મંગળવારે એનએબીએ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના ઉપાધ્યક્ષ હમઝા શહબાઝની ધરપકડ કરી છે અને તેમને લાહોર લાવવામાં આવ્યા છે. હમઝાને એનએબી બુધવારે કોર્ટમાં રજુ કરશે. શહબાઝે ધરપકડ અંગે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીકે ઈન્સાફ પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે તેની પાર્ટીના ઈશારા પર જ ધરપકડ કરવામાં આવી રહી છે.
પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન કહી ચુક્વ્યા છે કે તેમની સરકારને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પરિવારના સભ્યો સામે ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના પુરાવા મળ્યા છે, જેના આધારે તેમના પર આગામી દિવસોમાં કેસ દાખલ કરવામાં આવશે.
પ્રમુખે કહ્યુ કે, શરીફ પરિવારના સભ્યોની વિરુદ્ધ આ પહેલો કેસ હશે, જે સરકાર તરફથી દાખલ કરવામાં આવશે. ઈમરાન ખાને પાકિસ્તાનમાં સંકટના કારણે મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના મામલે નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે, શરીફ પરિવારના સભ્યો કોથળીઓમાં પૈસા ભરીને દુબઈમાં તેમના લોકો દ્વારા સફેદ કરાવવા માગે છે.
પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના મામલામાં ડિસેમ્બરમાં સાત વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ મામલમાં શરીફના દીકરાના નામ વાળી સાઉદી અરબની કંપની અલ-અજીજિયા સ્ટીલ મિલ્સએ જણાવી શકી ન હતી કે તેમની પાસે આટલું ધન કિયાથી આવ્યું. બાદમાં સુપ્રીમ કોર્ટે માર્ચમાં શરીફને ખરાબ સ્વાસ્થ્યના કારણે ૬ સપ્તાહના જામીન મંજૂર કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



