સુકમામાં કમાન્ડો બટાલિયન સાથેની અથડામણમાં ૪ નક્સલી ઠાર

0
8

સુકમા,તા.૨૬
છત્તીસગઢમાં કમાન્ડો બટાલિયનને મોટી સફળતા મળી છે. સુકમા જિલ્લાના જાગરગુંડામાં નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણમાં ૪ નક્સલવાદીઓ માર્યા ગયાં છે. આ અથડામણ સુક્મા જિલ્લામાં બીમાપુરમથી એક કિલોમીટર દૂર થઇ.
કોબરા ૨૦૧ બટાલિયનના સર્ચ ઓપરેશન દરમિયાન માઓવાદીઓ સાથે અથડામણ થઇ. આ દરમિયાન બંને તરફથી જોરદાર ફાયરિંગ થયું જેમાં ૪ નક્સલવાદીઓ માર્યા ગયાં. મૃતક નક્સલવાદીઓના મતૃદેહ કબ્જે કરવામાં આવ્યાં છે.
માર્યા ગયેલાં નક્સલવાદીઓ માઓવાદીઓના ગણવેશમાં હતાં. તેમની પાસેથી ૧ ઇન્સાસ રાઇફલ અને ૨ થ્રી નોટ થ્રી રાઇફલ જપ્ત કરવામાં આવી છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY