સબરીમાલા વિવાદ મહિલાઓના પ્રવેશના મુદ્દા પર આગળ આવનાર રેહાનાની બીએસએનએલએ કરી બદલી

0
30

કોચી,તા.૨૪
કેરળના સબરીમાલામાં ભગવાન અયપ્પાના મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરનાર બીએસએનએલની કર્મચારી રેહાના ફાતિમાની ટ્રાન્સફર કોચીના પલારીવત્તોમ ટેલિફોન એક્સચેંજમાં કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સ્થાનિય બોટ જેટીની ગ્રાહક સુવિધામાં ટેકનિશિયન તરીકે કામ કરનાર ફાતિમાને મંગળવારે પલારીવત્તોમ ટેલિફોન એક્સચેંજમાં સ્થાનાંતરિત કરાઇ છે. આ એક્સચેંજમાં તેને જનસંપર્કનું કામ નહીં કરવાનું હોય. જા કે સૂત્રોએ જણાવ્યું છે કે ફાતિમાએ પોતાની કામગીરીમાં કોઈ બેદરકારી નથી દાખવી.
સબરીમાલા કર્મ સમિતિએ મંગળવારે પલારીવત્તોમના બીએસએનએલ ઓફિસ સુધી વિરોધ માર્ચ કરી ફાતિમાને કાઢી મૂકવાની માંગ કરી હતી. કેરળ મુસ્લિમ જમાત કાઉન્સિલે ‘લાખો હિન્દૂ શ્રદ્ધાળુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને’ લઇને ફાતિમાને મુસ્લિમ સમાજમાંથી કાઢી મૂકી હતી.
રેહાના કેરળની મહિલાઓના અધિકારો માટે હંમેશાં આગળ રહી છે. કેરળના એક પ્રોફેસરે પોતાના વિદ્યાર્થીઓના શરીરના અંગોને તરબૂચની જેમ જણાવ્યા હતા. તેના પછી સોશિયલ મીડિયા પર ઘણી મહિલાઓએ તરબૂચ સાથે ફોટો પોસ્ટ કર્યો હતો. અમુક મહિલાઓએ તરબૂચ સાથે ટોપલેસ ફોટો શેર કર્યો હતો. તેની શરૂઆત રેહાના ફાતિમાએ કરી હતી. રેહાના એક મોડેલ, એક્ટીવિસ્ટ છે. ૩૧ વર્ષીય રેહાના સરકારી નોકરી કરે છે અને તેના બે બાળકો પણ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY