ભાવનગર,તા.૨૪
ભાવનગરના કુડાના દરિયાકિનારે ગણપતિ વિસર્જન અર્થે ગયેલા એક યુવક મંડળના ૩ યુવાનો પાણીમાં ડૂબતા ૨ વ્યક્તિઓને બચાવી લેવાયા હતા. જ્યારે ૧ યુવાન સમુદ્રના ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. જેનો આજે મૃતહેહ મળી આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના ઘોઘા રોડ પર શિતળા માતાના મંદિર પાસે આવેલા મારૂતિનગરમાં સ્થાનિક યુવા મંડળ દ્વારા ૧૧ દિવસના જાહેર ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રવિવારે વિસર્જનનો દિવસ હોય મોટી સંખ્યામાં યુવાનો વાહનમાં મૂર્તિ સાથે ઘોઘા પાસે આવેલ કુડા ગામના દરિયામાં મૂર્તિ વિસર્જન માટે ગયા હતા. જે દરમિયાન મૂર્તિ વિસર્જન વેળા ત્રણ યુવાનો સમુદ્રના વમળમાં ફસાઇ તણાવા લાગતા સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ ડૂબી રહેલા ત્રણ પૈકી ૨ યુવાનોને મહામહેનતે બહાર કાઢ્યા હતા પરંતુ એક યુવાન તણાઈને લાપત્તા બન્યો હતો. જ્યારે બચાવી લેવાયેલ વિજય રમણ રાઠોડ (ઉ.૩૦) તથા મુન્ના મકવાણાને બેશુદ્ધ હાલતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ ઘોઘા પોલીસ મથકને થતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બીજી તરફ દરિયામાં ગુમ થયેલા આ જ મંડળના યુવાન તુલસી મકવાણા (ઉ.૨૭, રે. ગૌશાળા, ઘોઘારોડ, ભાવનગર)ને શોધવા સ્થાનિક તરવૈયા, મરીન પોલીસ, ભાવનગર ફાયર ફાયટરોએ રાતભર શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. જ્યારે આજે સવારે તેનો મૃતદેહ મળી આવતા પોલીસે પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ આ વર્ષે ગણપતિ વિસર્જન દરમિયાન પાણીમાં તણાઇ જવાથી મોતનો આંક બે પર પહોંચ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


