ન્યુ દિલ્હી,તા.૨૪
પાટનગર દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૨૦૧૭માં ૬.૩૪ કરોડ પ્રવાસીઓની હેરાફેરી સાથે વિશ્વનું ૧૬મું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું હતું.
પ્રવાસીઓની સંખ્યાના આધારે વિશ્વના સૌથી વ્યસ્ત એવા ૨૦ એરપોર્ટમાં આઇજીઆઇનું સ્થાન ૧૬મું છે તેમ એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલે જણાવ્યું હતું.
દિલ્હીના આઇજીઆઇમાં ૨૦૧૬ કરતા ૨૦૧૭માં ૧૪ ટકા પ્રવાસીઓનો વધારો થયો હતો અને છ ક્રમ આગળ નીકળ્યું હતું.
ભારત વિશ્વની એવિએશન માર્કેટમાં સૌથી ઝડપી પ્રગતિ કરે છે. ૨૦૧૭માં અમેરિકાનું એટલાન્ટા હાર્ટસફિલ્ડ જેક્સન એરપોર્ટ ૧૦.૩૯ કરોડ પ્રવાસીઓ સાથે પ્રથમ ક્રમે હતું. ચીનનું બેઇજિંગ ૯.૫૮ કરોડ પ્રવાસી સાથે બીજા ક્રમે હતું. દુબઈ, ટોક્્યો, અને લેસ એન્જેલર ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, એસીઆઇ વિશ્વના એરપોર્ટની ટ્રેડ એવિએશન છે જેમાં ૬૪૧ સભ્યો છે જે ૧૭૬ દેશોમાં ૧૯૫૩ એરપોર્ટ સંભાળે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





