પ.બંગાળમાં ઉર્દૂ શિક્ષકોની ભરતી મામલે એબીવીપીના કાર્યકરોએ મમતાનું પૂતળા દહન કર્યું

0
8

રાજકોટ,તા.૨૫
પશ્ચિમ બંગાળમાં યુનિવર્સિટીમાં પ્રોફેસરની ભરતી બાબતે એબીવીપીએ કરેલા વિરોધ પ્રદર્શનમાં ૨ કાર્યકરોના મોત નીપજ્યા હતા. આ ઘટનાને લઇને દેશભરમાં ઠેર ઠેર મમતા બેનરજી પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે. આજે રાજકોટમાં એબીવીપીના કાર્યકરોએ કાલાવડ રોડ પર એકત્ર થઇ મમતા બેનરજી હાય હાયના નારા લગાવી તેના પૂતળાનું દહન કર્યું હતું.
પશ્ચિમ બંગાળમાં ઉર્દુ શિક્ષકોની ભરતીનો વિરોધ કરી રહેલા એબીવીપી કાર્યકરો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં ૨ કાર્યકર્તાઓના મોત બાદ દેશભરમાં કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટમાં પણ મોટી સંખ્યામાં ABVPના કાર્યકર્તાઓ શહેરના કાલાવડ રોડ પર એકઠા થયા હતા અને રેલી કાઢી મમતા બેનરજીના પૂતળાનું દહન કરી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY