તુર્કી : તઇપ એર્દોઆન સામે પડકારો

0
29

છેલ્લા ૧૫ વર્ષોથી તુર્કીની સત્તા પર રહેલા પ્રમુખ રેચેપ તઇપ એર્દોઆન આગામી કેટલાક વર્ષોથી સત્તામાં યથાવત રીતે રહેશે. જસ્ટીસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટીના એર્દોઆન ફરી પ્રમુખ માટેની ચૂંટણીમાં જીતી ગયા છે. તેઓએ પોતાના નજીકના હરિફ રિપÂબ્લકન પીપલ્સ પાર્ટીના મુહર્રમ ઇન્સને હાર આપી હતી. પોતાની પાર્ટીની નબળી Âસ્થતીને સારી રીતે એર્દોઆન જાણતા હતા. જેથી તેઓએ ગઠબંધન કરીને આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. આ ગઠબંધનની તાકાતથી જ તેમની શાનદાર જીત થઇ હતી. ગઠબંધનની તાકાતના કારણે પ્રમુખ તરીકેની ચૂંટણીમાં તેમને ૫૨.૫ ટકા મત મળ્યા હતા. જ્યારે ૩૧.૭ ટકા મત મુહર્રમને મળ્યા હતા. મુહર્રમે પ્રચાર દરમિયાન પ્રમુખ બનતાની સાથે જ ઇમરજન્સીને દુર કરવાની વાત કરી હતી. આનાથી આગળ વધીને સંસદીય ચૂંટણીના કેટલાક પરિણામો હજુ સુધી આવ્યા નથી. એકબાજુ ગઠબંધનને પૂર્ણ બહુમતિ મળવાની બાબત મુશ્કેલરૂપ દેખાઇ રહી છે. એર્દોઆન બહુમતિ ગઠબંધનને અપાવી શકશે નહીં તે બાબત દેખાઇ રહી છે. સમય કરતા પહેલા ચૂંટણી યોજીને સારા પરિણામ હાંસલ કરવાની ગણતરી કરવામાં આવી હતી. પૂર્વ અને પશ્ચિમના પુલ ગણાતા આ દેશ તુર્કીની જનતામાં વિભાજનની જારદાર Âસ્થતી પ્રથમ વખત જાવા મળી છે. એકબાજુ એર્દોઆનના સમર્થક ઉભેલા દેખાયા હતા. જ્યારે બીજી બાજુ છેલ્લા બે વર્ષના ગાળામાં લાગેલા ઇમરજન્સી, કોર્ટની મનમાની અને ભીષણ મોંઘવારીના કારણે લોકો પરેશાન હતા. આ તમામ મુદ્દા જારદાર રીતે ઉઠાવનાર લોકો મેદાનમાં આવી ગયા હતા. એર્દોઆનને ફરી એકવાર પ્રમુખ બનાવી દેવામાં આવ્યા બાદ દેશમાં નવા બંધારણ પણ અમલી થનાર છે. જેમાં માનવ અધિકાર અને મુળબૂત સ્વતંત્રતાને છોડીને બાકી તમામ બાબતોને બદલી નાંખવાનો અધિકાર પ્રમુખની પાસે રહેશે. સંસદ એ સંબંધમાં કોઇ નવા કાયદા પાસ ન કરે તે બાબત જાવાની રહેશે. હવે તુર્કીમાં કોઇ વડાપ્રધાન રહેશે નહી. રાષ્ટ્રપતિ અથવા તો પ્રમુખ પોતે પોતાની કેબિનેટની રચના કરશે. પોતાના શાસનકાળમાં એર્દોઆને પોતાના પડોશી સાથે જુના આટોમન સામ્રાજ્યના કોઇ સુત્લાનની જેમ વર્તન કરતા રહ્યા છે. ક્યારેય તેઓ સેના લઇને સિરિયા અને ઇરાક ઘુસી જાય છે જ્યારે કેટલીક વખત રશિયા સાથે લડતા નજરે પડે છે. જા કે તેમના સમર્થકો તેમને પસંદ પણ આ જ કારણસર કરે છે. જા કે હાલમાં તુર્કીની સૌથી મોટી સમસ્યા મોંઘવારી છે. તેમજ બેરોજગારી પણ આસમાને પહોંચી ગઇ છે. કારોબાર કરવા માટે લોનની રકમ મળી રહી નથી. પ્રમુખની ચૂંટણી દરમિયાન તેમને પ્રચાર વેળા કહ્યુ હતુ કે તુર્કીની પ્રગતિના નમુના એ છે કે આજે ઘર ઘરમાં ફ્રિજ છે. જા કે મામલાના બીજા પાસા એ છે કે ત્યાના ચલણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. મોંઘવારના દરમાં સતત રેકોર્ડ ર્ઉછાળો જાવા મળી રહ્યો છે. જેના કારણે મોટા ભાગના ફ્રીજ ખાલી પડેલા છે. તેમના જેવા દબંગ નેતા આગામી પાંચ વર્ષના ગાળા દરમિયાન જા ભરી શકે તો તેમને શÂક્તશાળી નેતા તરીકે ગણવામાં આવશે. તુર્કીમાં કેટલીક સમસ્યા દિન પ્રતિદિન જટિલ બની રહી છે. જે પૈકી સૌથી મોટી સમસ્યા મોંઘવારી રહી છે. સમગ્ર વિશ્વમાં તુર્કીની મોંઘવારીને લઇને વિવાદ અને ચર્ચા રહી છે. પ્રચાર દરમિયાન આ મુદ્દાને અપેક્ષા કરતા ઓછી ગતિ સાથે ચમકાવવામાં આવ્યો હતો. એર્દોઆનની સામે સૌથી મોટી સમસ્યા લોકોને બેરોજગારીની તકલીફમાંથી બહાર કાઢવા માટેની છે. વિશ્વમાં સૌથી વધારે જટિલ સ્થિતિ મોંઘવારીના મોરચે આ દેશની રહેલી છે. આવનાર સમયમાં તુર્કી કઇ રીતે આગળ વધે છે તે બાબત પર તમામની નજર રહેશે. કારણ કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરની Âસ્થતીમાં વિશ્વના તમામ દેશો ચિતાતુર દેખાઇ રહ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY