મુંબઈ,તા.૨૪
હોનહાર અભિનેતા વિવાન શાહે કહ્યું હતું કે હાલ કોઇની સાથે મારો અફેર નથી એટલે હાર્ટબર્નનો સવાલ પેદા થતો નથી. અત્યારે હું સિંગલ છું.
સિનિયર અદાકાર દંપતી નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠક શાહનો આ પુત્ર હાલ એક પ્રયોગલક્ષી ફિલ્મ કોટ કરી રહ્યો છે. વરસો અગાઉ બિહારના અંતરિયાળ ગ્રામજીવન વિશેની ફિલ્મ પાર કરીને નસીરુદ્દીને પણ આવો પ્રયોગ કર્યો હતો. જા કે પાર ફિલ્મને તો ઢગલાબંધ એવોર્ડઝ્ મળ્યા હતા.
વિવાને કોટ ફિલ્મ વિશે બોલતાં કહ્યું કે આ એક ટૂંકી ફિલ્મ છે જે ફેસ્ટિવલોમાં રજૂ થઇ શકે. સાવ પાંખા બજેટથી બનેલી આ ફિલ્મનું કન્ટેન્ટ (કથાવસ્તુ ) જારદાર છે. ‘આ ફિલ્મમાં મારો રોલ એક ભરવાડનો છે.
એ માટે મેં બિહારના ગ્રામ વિસ્તારના લોકોની જેમ વાળ વધાર્યા હતા અને રીતસર મજૂરી કરી હતી. વજન ઘટાડીને મારે પાતળા થવું પડયું હતું. એ બધું મારા માટે ખૂબ મુશ્કેલ નીવડયું હતું. આ ફિલ્મને વ્યાપક
દર્શકગણ મળી રહે એવા અમારા પ્રયાસો ચાલુ છે. એના શૂટિંગ માટે અમે બિહારના અંતરિયાળ વિસ્તારોમાં ગયા હતા. બિહારની સરકાર ફિલ્મ સર્જકોને પ્રોત્સાહિત કરવા સારો સહકાર આપે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




