છોટાઉદેપુર,તા.૨૪
સામાજિક કાર્યકર મેધા પાટકરે છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં ગામડી વસાહતની મુલાકાત લઈને સભા કરી ગયા અને ગુજરાતનું સરકારી તંત્ર ઉંઘતું રહ્યું. વિસ્થાપિતોને ગુજરાત સરકારે જમીન અને નોકરીના લાભો નહીં આપ્યા હોવાના મુદ્દે મેધા પાટકરે વિસ્થાપિતો સાથે બેઠક કરી. વસાહતીઓનું પુનર્વસન હજી પૂરું થયું નથી ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે ૭૨ ગામોને પર્યટનના નામે ઉજાડવાનું કામ કેન્દ્રની મોદી ગુજરાતની રૂપાણી સરકારે કર્યું હોવાનો આક્ષેપ કર્યો.
ખેડૂતો ૨૦ ઓક્ટોબરે દિલ્હીમાં જંતરમંતર પર ધરણા કરીને વડાપ્રધાનને મળવા જશે અને ૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા આવવાના છે તેનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો તેમણે કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજના ઉપર આકરા પ્રહાર કર્યા હતાં. આ યોજના આયુષ્યમાનભવ નહીં પણ પ્રાઇવેટ કંપનીભવ બનીને રહી જશે એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



