ભાવિ પેઢીને સમૃદ્ધ જળ વારસો આપવા માટે જળ સંચય અભિયાન હાથ ધરાયું : ઈશ્વરભાઈ પરમાર

0
28
ડોલવણ તાલુકાના પાઠકવાડી મુકામેથી જળસંચય અભિયાનનો પ્રારંભ
વ્યારા, તા.૨૬
ગત વર્ષે તા. ૧લી, મેથી ૩૧મી, મે દરમિયાન હાથ ધરવામાં આવેલા સુજલામ સુફલામ જળસંચય અભિયાન કાર્યક્રમમાં ગુજરાતમાં થયેલી સારી કામગીરીની નોંધ લઇ ભારત સરકારના જળસંસાધન મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ કામગીરીનો દ્વિતીય કક્ષાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાતે સમગ્ર દેશને દિશા ચીંધે એવી જળસંચય અને જળવ્યવસ્થાપન માટેની સીમાચિહ્નરૂપ કામગીરી કરી છે એમ રાજયના સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું.
તાપી જિલ્લાના ડાલવણ તાલુકાના પાઠકવાડી ગામે સુજલામ સુફલામ જળસંચય અભિયાનના શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી પરમારે જણાવ્યું હતું કે, આગામી પચાસ વર્ષ સુધી ભાવિ પેઢીને પાણીની કોઇ તકલીફ ન પડે એ પ્રકારની જળસંચય અને જળવ્યવસ્થાપનની કામગીરી રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવા માટેના આ મહાયજ્ઞમાં સમાજના તમામ વર્ગો જોડાય એવી અપેક્ષા પણ તેમણે વ્યકત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોની જરૂરિયાત, લોકોની માંગણી અને લોકોની ભાગીદારીથી ગુજરાતે જળસંચયના ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી છે. એમ જણાવી તેમણે રાજયમાં ચાલુ વર્ષે સુજલામ સુફલામ જળસંચય અભિયાન દરમિયાન કરવામાં આવનારી કામગીરી અંગે વિગતે ચિતાર રજૂ કરી તાપી જિલ્લામાં રૂ. ૧૨૯૨.૪૦ લાખના ખર્ચે ૩૬૦ કામોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, પ્રાંત અધિકારી તુષારભાઇ જાની, ડાલવણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હરિભાઇ ગામીત, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીના સેનેટ મેમ્બર જયરામભાઇ ગામીત, અગ્રણી રાજેન્દ્રસિંહ કુંવર, ગામના સરપંચ વિજયભાઇ ચૌધરી, મામલતદાર જયોતિબા ગોહિલ, કાર્યપાલક ઇજનેર દેશમુખ, વેર-ટુ યોજના વિભાગનો સ્ટાફ, અન્ય અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY