પર્યાવરણીય સમતુલા જાળવવા તથા સમગ્ર માનવસૃષ્ટિની અનેક જરૂરિયાતો વન્ય સંપદાઓથી સંતોષાય છે. ઘટતો જતો વનવિસ્તાર ચિંતાનું કારણ છે. ભાવિ પેઢીને સમૃદ્ધ વનવારસો આપવા માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે એમ રાજયના વિચરતી-વિમુકત જાતિ વિકાસ નિગમના ચેરમેન લક્ષ્મણભાઇ પટણીએ જણાવ્યું હતું.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ખાતે આયોજીત ૬૯મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણીમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે વૃક્ષોનું મહોત્સવ, પર્યાવરણીય સમતુલા જાળવવામાં વૃક્ષોનો ફાળો, માનવજીવન માટે વૃક્ષોની ઉપયોગિતા અંગે વિગતે છણાવટ કરી સંતાનો જેટલો જ પ્રેમ વૃક્ષોને પણ સંતાનોની જેમ વૃક્ષોનું જતન કરવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે દરેક વ્યકતિને એક વૃક્ષ વાવી તેનું જતન અને સંવર્ધન કરવા માટે સંકલ્પબદ્ધ થવા હાકલ કરી હતી.
ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમભાઇ ગેડિયાએ ૧૯૫૦મા સ્વ. કનૈયાલાલ મુન્શી દ્વારા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વન મહોત્સવને સામાજીક અભિગમ સાથે જોડવાનું કામ રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે. એમ જણાવી તેમણે ગુજરાતમાં જનક્રાંતિ થકી વનક્રાંતિનું મંડાણ થયું છે એમ ઉમેરી તેમણે વન્ય સંપદાના જતન અને સંવર્ધન માટે સૌને સંકલ્પબદ્ધ થવા હાકલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટર એન.કે ડામોર અને મહૂવા-વાલોડના ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ચેરમેન અને અન્ય મહાનુભાવોએ સહભાગી વન વ્યવસ્થા મંડળીઓ કૂપોમાંથી ઉત્પન્ન થયેલ ઉપજની ૨૦ ટકા રકમના ચેકો, ગુજરાત વાનિકી વિકાસ પરિયોજના હેઠળ સહભાગી વન વ્યવસ્થા મંડીઓને આર્થિક સહાય અને ડી.સી.પી નર્સરી યોજનાના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ શાસ્ત્રોકત વિધિવિધાનપૂર્વક પૂજા અર્ચના કરી વૃક્ષારોપણ કર્યું હતું. આ ઉપરાંત વ્યારા વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા વૃક્ષરથને લિલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
સ્વાગત પ્રવચન કરતા નાયબ વન સંરક્ષક આનંદકુમારે વન મહોત્સવનો આશય સ્પષ્ટ વન વિભાગ વ્યારા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમ દરમિયાન શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે અને આભારવિધિ મદદનીશ વન સંરક્ષક જી.ડી સરવૈયાએ કરી હતી.
કાર્યક્રમમાં તાપી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મોહનભાઇ કોંકણી, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એમ.એમ.શર્મા, જીલ્લા વિકાસ અધિકારી જે.બી. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી જે.એમ પટેલ, પ્રાંત અધિકારી તુષારભાઇ જાની, સેનેટ મેમ્બર જયરામભાઇ ગામીત, જિલ્લા પંચાયત સભ્ય અર્ચનાબેન વસાવા, અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ, વન વિભાગના અધિકારી/કર્મચારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


