મુંબઇ,તા.૬
રિઝર્વ બેન્કની ક્રેડિટ પોલિસીના એક દિવસ પહેલા બજારમાં જારદાર તેજી જાવા મળી હતી. નિફ્ટીએ ૧ ઓક્ટોબર પછી આજે ફરી ૧૧૦૦૦ની સપાટી પાર કરી હતી. સેન્સેક્સમાં ૩૫૦ પોઈન્ટથી વધારે મજબૂતી જાવા મળી હતી અને ઈન્ટ્રાડેમાં ૩૭,૦૦૦ને પાર નિકળ્યો હતો. બેન્ક નિફ્ટી પણ ૦.૫ ટકાની તેજી સાથે બંધ થયો હતો.
ખાસ વાતતો આજના દિવસે વેચવાલી બાદ મિડકેપ ઈન્ડેક્સમાં સારી રિકવરી આવી હતી અને ગ્રીન ઝોન પર બંધ થયો હતો.
ટેક મહિન્દ્રા, સિપ્લા અને ગ્રાસીમમાં આજે સૌથી વધુ તેજી જાવા મળી હતી, જ્યારે અદાણી પોર્ટસ, ઈન્ડસઈન્ડ બેન્ક, ડો. રેડ્ડીઝ અને ટાઈટનમા આજે સૌથી મોટો કડાકો બોલ્યો હતો.
કારોબારના અંતમાં બીએસઈના ૩૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૩૫૮ પોઈન્ટ એટલેકે ૦.૯૮ ટકાની મજબુતી સાથે ૩૬,૯૭૫.૨૩ના સ્તર પર બંધ થયો છે. તો એનએસઈના ૫૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં ૧૨૮.૧૦ પોઈન્ટ એટલેકે ૧.૧૭ ટકાની તેજી સાથે ૧૧૦૬૨.૪૫ પાર બંધ થયો છે.
RBIની પોલિસી બેઠક અગાઉ BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૧૨ ટકા ઘટીને અને ૦.૦૫ ટકા વધીને બંધ રહ્યા હતા.
આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE મેટલ ઈન્ડેક્સ ૨.૪૪ ટકા, BSE ટેકનો ઈન્ડેક્સ ૧.૭૧ ટકા, BSE IT ૧.૬૪ ટકા, BSE એનર્જી ઈન્ડેક્સ ૧.૫૪ ટકા વધીને બંધ રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




