સ્ટીવ વો મારી જોડે રમેલ સૌથી સ્વાર્થી ખેલાડી હતો : શેન વોર્ન

0
6

સિડની,તા.૭
આૅસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્ને ક્રિકેટના ઈતિહાસમાં એક સૌથી વિવાદાસ્પદ બનેલ વ્યક્તિને પોતાનો ટેકો જાહેર કર્યો હતો અને ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વા જાડે તેની એક દશકા જૂની તકરારને ફરી તાજી કરી હતી.
કુલ ૭૦૮ વિકેટ ઝડપવા સાથે ટેસ્ટ ક્રિકેટના સૌથી બીજા સફળ બાલર તરીકે રહેલ વોર્ને આ અઠવાડિયે પ્રકાશિત થયેલ ‘નો સ્પિન’ નામના તેના નવા પુસ્તકમાં આૅસ્ટ્રેલિયાના રન-મશીન જેવા મહાન બેટ્‌સમેન ડોન બ્રેડમેનને કાબૂમાં રાખવા ‘બોડીલાઈન’ બાલિંગ કરવા હેરોલ્ડ લાર્વૂડ જેવા ઝડપી ગોલંદાજાને પ્રોસ્તાહિત કરેલ ડગ્લાસ જાર્ડીનને વખાણ્યા હતા જેઓએ ‘બોડીલાઈન’ પ્રવાસમાં ઈંગ્લેન્ડની ટીમનું સુકાન કર્યુ હતું. જાર્ડીનની આવી વ્યૂહરચના સફળ બની હતી અને ઈંગ્લેન્ડે શ્રેણી ૪-૧થી જીતી હતી, પણ આૅસ્ટ્રેલિયાએ તેને બિનખેલદિલી ગણાવી હતી તથા બંને રાષ્ટ્ર વચ્ચેના સંબંધમાં આંચ આવી હતી.
વોર્ને લખ્યું હતું કે તેનું માનવું હતું કે જાર્ડીન ક્રિકેટની રમતના એક શ્રેષ્ઠ કેપ્ટન હતા. વોર્ને તેના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વાની પણ ટીકા કરી હતી જેણે તેણે ‘સ્વાર્થી’ લેખાવ્યો હતો.
“સ્ટીવ વા મારી જાડે રમેલ સૌથી સ્વાર્થી ખેલાડી હતો અને તેને ફક્ત તેની બૅટિંગ સરેરાશમાં રસ હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY