ન્યુ દિલ્હી,તા.૫
કોર્ટમાં તે સમયે ફિલ્મી વાતાવરણ ઉદ્વભવી ગયું જ્યારે પતિ પત્નીને આપવાનાં ભરણપોષણની રકમનાં નાણા ૧૦-૧૦ રૂપિયાનાં સિક્કા સ્વરૂપે લઈને કોર્ટમાં હાજર રહ્યો. પતિ પત્નીને ભરણપોષણ ભથ્થું આપવા માટે હાથમાં થેલીઓ લઈને આવ્યો હતો. પતિને આ થેલીઓમાં શું છે તે અંગે સવાલ કરતા તેણે જણાવ્યું કે આમાં તેની પત્નીને ભરણપોષણ માટે આપવાનાં પાંચ હજાર રૂપિયા છે.
પતિનાં હાથમાં પકડેલી તે થેલી ખૂબ ભારે લાગતી હતી તેને ખોલીને જાવામાં આવ્યુ ત્યારે ખબર પડી કે પત્નીને આપવાનાં પાંચ હજાર રૂપિયા ૧૦-૧૦નાં સિક્કાનાં સ્વરૂપે આપ્યા હતાં. જા કે, તેની પત્નીએ ભરણપોષણ સ્વરૂપે ૧૦-૧૦નાં સિક્કાઓ લેવાની ના પાડી દીધી હતી. પત્નીએ જણાવ્યું કે બજારમાં ઘણી જગ્યાએ લોકો ૧૦-૧૦નાં સિક્કાઓ સ્વિકારતા નથી.
મહિલાના વકીલ પ્રદિપ ચૌહાણે જણાવ્યું કે, ‘તેનો પૂર્વ પતિ આ પહેલા પણ આવું કરી ચૂક્્યો છે. જો કે આ પહેલા તેણે પૂરા નહીં પણ કેટલાક રૂપિયા આવી જ રીતે સિક્કા સ્વરુપે હતા. અને તે સમયે પણ મારી ક્લાયન્ટ મહિલાને આ સિક્કાઓનો ઉપયોગ કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી. જેથી કોર્ટે આકરા શબ્દોમાં પતિની ઝાટકણી કાઢી હતી અને બપોર પહેલા સિક્કાના બદલે ચલણી નોટોનાં સ્વરૂપે ૫૦૦૦ જમા કરાવવા કહ્યું હતું.’
ઉલ્લેખનીય છે કે, કરાવલ નગર શિવ વિહાર વિસ્તારમાં રહેતી મહિલાએ ૨૦૧૨માં ઘરેલુ હિંસાનાં મામલામાં તેનાં પતિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે તેનો પતિ અવાર-નવાર તેની સાથે મારઝુડ કરે છે અને ઘર ખર્ચ પણ નથી આપતો. આટલું જ નહીં પણ તેમના ત્રણ સંતાનોના અભ્યાસ માટે પણ પતિ એક પણ રૂપિયો આપતો નથી. બાળકોના ભણતરનો ખર્ચ પણ મારે જાતે જ ઉપાડવો પડે છે. કેસની સુનાવણી પછી કોર્ટે આદેશ આપ્યો હતો કે દર મહિને પતિ તેની પત્નીને રૂપિયા ૫૦૦૦ ભરણપોષણ માટે આપશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



