વડોદરા,તા.૧૮
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યાને લઈને આજે સ્થાનિકોનો મોરચો વોર્ડ નંબર-૯ની ઓફિસે ધસી આવ્યો હતો. માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં એમાંય ખાસ કરીને કિશનવાડી ઝંડા ચોક, મહાકાળી નગર, સુભાષચોક વિસ્તારમાં લાંબા સમયથી દુષિત પાણીની સમસ્યા છે. જાણે પીવાના પાણીમાં ગટરના પાણી ભળી રહ્યા હોય તેમ ડહોળું પાણી આવે છે. જેના કારણે અનેકલોકો બીમારીમાં સપડાયા છે.
વારંવારની રજુઆતો છતાંય તંત્ર જાગૃત થતુ નથી જ્યારે આવી સ્થિતિમાં આજે કિશનવાડી મહાકાળી નગરની મહિલાઓ દુષિત પાણીના સેમ્પલ લઈને વોર્ડ કચેરીએ ધસી આવી હતી અને હાજર અધિકારીઓને આ મામલે રજૂઆત કરી માટલા ફોડ્યા હતા.
વોર્ડ નંબર ૯ના એન્જીનીયરીંગ વિભાગના અધિકારીઓને ફરિયાદ મળતા તેઓએ ત્વરીત સેમ્પલ લેવાની માગીરી હાથ ધરી હતી અને જો દુષિત પાણી જણાશે તો પાણી પુરવઠા વિભાગને તેની જાણ કરી અને કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




