ખાંભા,તા.૧
ખાંભા તાલુકાના આબલિયાળા ગામે અંદાજે ૬૦ જેટલી કિશોરીઓ છે. દર મહિને ૧૦ કિશોરીઓને તેલ, ઘઉં અને દાળ વિતરણ કરવામાં આવે છે. ત્યારે મંગળવારે ૫ જેટલી કિશોરીને દાળના પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમાં આપવામાં આવેલા એક પેકેટમાં જીવતી જીવાત નીકળી હતી. જ્યારે આ પેકેટના લાભાર્થી દ્વારા પેકેટ તોડી અંદર જાયું તો જીવતી તેમજ મરેલી જીવાત નીકળી હતી. બાદમાં જાગૃત નાગરિક દ્વારા કેટલી કિશોરીઓને આ પેકેટ આપવામાં આવ્યા તેની તપાસ કરવામાં આવી હતી. જ્યારે આબલીયાળાના આંગણવાડી સંચાલિકા મનીષાબેન ઝાલાને આ ઘટના અંગે જાણ થતાં તેવો ત્યાં દોડી ગયા હતા અને સર્વે હાથ ધર્યો હતો.
આબલિયાળા આંગણવાડી સંચાલિકા મનીષાબેન ઝાલાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, હજુ ફ્રેશ પેકેટ આવ્યા છે અને પેકેટમાં કોઈ જીવાત નીકળી નથી જ્યારે જે લોકોને પેકેટ વિતરણ કરવામાં આવ્યું છે. તેમની ઘરે સર્વે કર્યો હતો પરંતુ આવું કિયાય ધ્યાનમાં આવ્યું નથી. આબલિયાળા ગામના ગ્રામજનોએ વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે પેકેટ આવ્યા અને પેકેટ ખોલ્યું ત્યારે ખબર પડી કે આમાં તો જીવતી અને મરેલી જીવાત છે. બાદમાં આંગણવાડી ખાતે ગયા હતા પણ કોઈ હાજર ન મળ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



