પાક.બોલર મોહમ્મદ અબ્બાસ મારું પેન્ટ ફીનું કરી દે તેવો છે : વોન

0
12

દુબઈ,તા.૧૮
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે દુબઈના શેખ ઝાયદ સ્ટેડિયમ પર રમાયેલી બીજી મેચમાં બુધવારે પાકિસ્તાનના નવોદિત ફાસ્ટર મોહમ્મદ અબ્બાસે ઝંઝાવતી બોલિંગ કરતાં માત્ર ૩૩ રનમાં ૫ વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનના આ ફાસ્ટ બોલરની પ્રશંસા કરતાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને ટિવટ કર્યું હતું.
વોને કહ્યું કે, પાકિસ્તાનમાં ફાસ્ટ બોલરની અછત હતી પરંતુ હવે તે પૂરી થઈ શકે છે. આ બોલર મારું પેન્ટ ભીનું કરી દે તેવો છે. તે દરેક વખતે મને ૬ બોલમાં જ આઉટ કરી શકે છે.
અબ્બાસે ગયા વર્ષે વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી લઈ તે અત્યાર સુધી પાકિસ્તાનનો સૌથી સફળ બોલર છે. તેણે ૧૦ ટેસ્ટમાં જ ૫૪ વિકેટ ઝડપી છે. બુધવારે ઓસ્ટ્રેલિયા સામે ૩૩ રનમાં ૫ વિકેટ ઝડપી પાકિસ્તાનને પ્રથમ ઈનિંગમાં ૧૩૭ રનની લીડ અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો
દુબઈમાં ગત સપ્તાહે ડ્રો ગયેલી પ્રથમ ટેસ્ટમાં અબ્બાસે ૭ વિકેટ ઝડપી હતી. ગઈકાલે તેણે ૫૦મી વિકેટ ઝડપી ત્યારે પાકિસ્તાન તરફથી સૌથી ઝડપી ૫૦ વિકેટ ઝડપનારા બીજા બોલરમાં તે વકાર યુનુસ, આસિફ અને શÂબ્બર અહમદની સાથે સંયુક્ત રીતે આવી ગયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY