મેલબર્ન,તા.૧૮
ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ખાંડ પર સબસીડીને લઇને વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)માં ફરિયાદ નોધાવામાં આવી છે. તેમનું માનવું છે, કે ભારત સરકારની સબસિડી વાળી નીતિથી દુનિયાભરમાં ખાંડની કિંમતોમાં ભારે ઘટાડો આવ્યો હતો. જેનું નુકશાન ઓસ્ટ્રેલિયન ઉત્પાદકોને મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે.
ઓસ્ટ્રલિયાનો આરોપ છે, કે સબસીડીને કારણે આ વર્ષે ભારતમાં ખાંડનું ઉત્પાદન વધીને ૩.૫ કરોડ ટન સુધી પહોંચી ગયું છે. જ્યારે તેનું એવરેજ ઉત્પાદન વર્ષે ૨ કરોડ ટન હતું. ઓસ્ટ્રેલીયાએ આરોપ લગાવ્યો છે. કે ભારત કૃષિ સબસીડી મામલે WTOના દાયરાનું ઉલ્લંઘન કર્યું છે. એસીબી ન્યુઝની શુક્રવારના એક સમાચાર અનુસાર ભારત સાથેના આ મુદ્દાને અનેક વાર ઉઠાવ્યા બાદ ઓસ્ટ્રેલીયા દ્વારા આ પ્રકારાની કાર્યવાહી ઓસ્ટ્રેલીયા દ્વારા કરવામાં આવી છે. જેનો મતલબ એવો થાય છે, કે ઉ્ર્ંની કૃષિ સમિતિની બેઠકમાં આ મુ્દ્દા પર ચર્ચા કરવામાં આવશે.
ઓસ્ટ્રેલીયાની આ જાહેરાત એવા સમયે આવી કે જ્યારે બે દિવસ પહેલા ભારતીય પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલીન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને સિંગાપુરમાં મુલાકાત કરી છે. આ મુલાકાતમાં એશિયા સંમ્મેલન અંગે વાતચીત તકી અને જણાવ્યું કે બંન્ને વચ્ચે આ મુદ્દા પર પણ વાતચીત થઇ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





