રાજપીપળા: નર્મદા જિલ્લાામાં તા. ૧૮ મી ને શનિવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં- ૩૦ મિ.મિ., નાંદોદ તાલુકામાં- ૨૮ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં- ૧૭ મિ.મિ., સાગબારા તાલુકામાં- ૧૫ મિ.મિ. અને દેડીયાપાડા તાલુકામાં- ૧૧ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ પ્રાપ્તડ થયા છે. તેવી જ રીતે જિલ્લાલમાં ગઇકાલ તા. ૧૭ મી ઓગષ્ટ, ૨૦૧૮ ને શુક્રવારના રોજ સવારના ૬-૦૦ કલાક સુધીમાં તિલકવાડા તાલુકામાં- ૧૨૫ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં- ૭૦ મિ.મિ., સાગબારા તાલુકામાં- ૬૬ મિ.મિ., દેડીયાપાડા તાલુકામાં- ૪૬ મિ.મિ. અને નાંદોદ તાલુકામાં- ૦૩ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ જિલ્લા પુર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયા છે.
નર્મદા જિલ્લા માં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની પરિસ્થિતિ જોઇએ તો સાગબારા તાલુકો- ૭૫૬ મિ.મિ. વરસાદ સાથે પ્રથમ સ્થાને, દેડીયાપાડા તાલુકો- ૬૬૮ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો- ૫૨૪ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો – ૪૬૫ મિ.મિ. સાથે ચતુર્થ સ્થાને અને નાંદોદ તાલુકો- ૩૫૮ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
નર્મદા જિલ્લા ના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૧૩.૪૬ મીટર, કરજણ ડેમ- ૧૦૯.૨૮ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૩.૯૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૪.૫૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૪.૧૪ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તા થયાં છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



