સૂર્યની નજીક પહોંચવા માટે આ યાન પ્રયાસ કરશે

0
19

સૌરમંડળના લીડર સુર્યની બિલકુલ નજીક પહોંચીને અભ્યાસ કરનાર દોઢ અબજ ડોલરના પાર્કર સોલર પ્રોબને પોતાની યાત્રાને કેટલીક વખત ટાળી દેવામાં આવી છે પરંતુ હવે તેની કુચ શરૂ થઇ છે. નાસા દ્વારા છોડવામાં આવેલા હજુ સુધીના સૌથી મોટા અને ભારે યાન તરીકે તેને જાવામાં આવે છે. ૬૦૦ ટનથી વધારે તો તેમાં ફ્યુઅલ જ છે. એક નાનકડી કાર જેટલી લેબની સુવિધા પણ તેમાં રહેલી છે. સાથે સાથે સુર્યના પ્રચંડ તાપથી તેને કોઇ નુકસાન ન થાય તે માટે શિલ્ડ પણ ગોઠવી દેવામાં આવી છે. કોઇ પણ લાગે છે કે સુર્ય તો પોતાના પ્રચંડ ગુરૂત્વથી યાનને પોતાની તરફ ખેંચી લેશે. ત્યારબાદ ફ્યુઅલની સાથે ડેલ્ટા ચાર હૈવીની જેમ સૌથી શક્તશાળી રોકેટને પણ આ કામમાં જાડી દેવાની જરૂર પડી છે. યાનને સુર્યના ઉંઘે એટલે કે મંગળની દિશામાં છોડવામાં જેટલી ઉર્જા લાગે છે તેની ૫૫ ગણી ઉર્જા તેને સુર્યની દિશામાં ફેંકવામાં લાગે છે. આના માટે ચાર વાગે માત્ર ૬૫ મીનિટની વિન્ડો છે. પૃથ્વીની આસપાસ ફરતા વાન એલન બેલ્ટનો સામનો ઓછો થાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યુ છે. તમામ લોકો જાણે છે કે યાન સાત વર્ષના લાંબા સફર પર છે. આ ગાળા દરમિયાન તે સુર્યના ૨૪ ચક્કર લગાવશે. આના માટે શુક્ર ગ્રહનો ઉપયોગ છ -સાત વખત કરવામાં આવનાર છે. સુર્યથી તેની પ્રથમ નજીકી પાંચમી નવેમ્બર ૨૦૧૮ના દિવસે બનશે. ડિસેમ્બરમાં તે પોતાના અભ્યાસના આંકડા પૃથ્વીને આપવાની શરૂઆત કરી દેશે. પરંતુ તેના જલવા પોતાના જલાલ પર ડિસેમ્બર ૨૦૨૪માં રહેશે. જ્યારે સુર્યની સપાટીથી તેનુ અંતર માત્ર ૬૦ લાખ કિલોમીટરની રહેશે. સવા સાત લાખ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી તે ૩૦ લાખ ડિગ્રી સેÂલ્યયસ તાપમાનવાળા સુર્યના સૌથી ગરમ હિસ્સા કોરોનાની નજીકથી પસાર થઇને નિકળશે. આ પ્રોબ બે સૌથી મોટા રહસ્યને જાણવા માટે પ્રયાસ કરનાર છે. એક એ કે ૫૫૦૦ ડિગ્રી તાપમાન વાળા સુર્યનુ તાપ અંતર વધવાની સાથે વધીને ૫૦૦ ગણી કેમ થઇ જાય છે. સુર્યથી સતત બહારની તરફ ફેંકવામાં આવતી સૌર હવાનુ કારણ શુ છે. આશા રાખીએકે આગામી સાત વર્ષમાં અમે પોતાના અસ્તત્વના કેન્દ્ર, પોતાના સૌથી નજીકના તારલા અંગે પણ વધારે માહિતી મેળવી શકીશુ.અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસાએ સૂર્ય પર પોતાના પ્રથમ મિશન પાર્કરસોલાર પ્રોબને રવાના કરી દીધા બાદ વૈજ્ઞાનિક સમુદાયની નજર તેના પર કેન્દ્રિત થઇ ગઇ છે. સૂર્યની નજીક યાન મોકલવાની આ સિદ્ધિ મેળવવામાં આવી છે. આ મિશન દરમિયાન કેટલીક ખાસ બાબતો ઉપર ધ્યાન આપવામાં આવનાર છે. એક વાહનના કદમાં રહેલા આ અંતરિક્ષ યાનને સૂર્યની સપાટીથી સૌથી નજીક એટલે કે ૪૦ લાખ માઇલના અંતરથી પસાર કરવામાં આવશે. આ પહેલા કોઇપણ અંતરિક્ષ યાનને આટલા તાપ અને આટલી રોશનીનો સામનો કર્યો નથી. પાર્કર સોલાર પ્રોબ દ્વારા સૂર્યના વાયુમંડળમાં તાપ અને ઉર્જા અને ગતિવિધિ અંગે માહિતી મેળવવાના પ્રયાસ કરશે. હાલમાં પાર્કર સોલાર પ્રોબને લોંચ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ ટેકનિકલ ખામી સર્જાવવાના કારણે લોન્ચિંગને ટાળી દેવાનો નિર્ણય કરાયો હતો. સૂર્યની નજીક પહોંચવા માટે આ યાન પ્રયાસ કરશે. કેપ કેનેરવલ સ્થત લોંચ સ્થળથી ડેલ્ટા-૪ રોકેટ મારફતે આ યાનને લોંચ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સ્પેશ ક્રાફ્ટને મોકલવાનો ઉદ્દેશ્ય સૂર્યની નજીકના વાતાવરણ, તેના સ્વભાવ અને કાર્યપ્રણાલીને સમજવાના પ્રયાસ કરવામાં આવશે. આ મિશન સાત વર્ષ સુધી સૂર્યના વાતાવરણને સમજવાના પ્રયાસ કરશે. આ પ્રોજેક્ટ ઉપર નાસાએ ૧૦૩ અબજ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ યાનને ખુબ જ શક્તશાળી હિટશિલ્ડથી સુરક્ષિત કરવામાં આવ્યું છે. સુર્યની નજીક તાપને સહન કરી શકે તે માટે આ સુરક્ષિત શિલ્ડ ગોઠવવામાં આવ્યું છે. પૃથ્વીની સરખામણીમાં ૫૦૦ ગણું વધુ રેડિયેશનનો સામનો કરી શકે તેવી વ્યવસ્થા આમા ગોઠવવામાં આવી છે. આ શિલ્ડ ૧૧.૪૩ સેન્ટીમીટર પહોળાઈ ધરાવે છે. આ યાનને આજે સ્થાનિક સમય મુજબ વહેલી પરોઢે ૩.૩૧ વાગે રવાના કરવામાં આવ્યું હતું. આ મિશનનું નામ અમેરિકી ખગોળશા†ી નેવુમેન પાર્કરના નામ ઉપર રાખવામાં આવ્યું છે. નિષ્ણાતોએ કહ્યું છે કે, આ મિશન જ્યારે સૂર્યની નજીકથી પસાર થશે ત્યારે ત્યાંનું તાપમાન ૨૫૦૦ ડિગ્રી સેલ્સયસ ડિગ્રી રહેશે.સુર્યના રહસ્યને જાણવા માટે પ્રયાસ સફળ રહેશે તેમ મનાય છે.

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY