૧૨ શખ્શો વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધાયા બાદ પોલીસની ટીમે કર્યા રાઉન્ડ અપ : સૂત્ર



મોરબીના લીલાપર રોડ પર આવેલ બોરીયા પાટી વાડી વિસ્તાર નજીક મધરાત્રીના સમયે દિલાવરભાઈ પઠાણ, મોમીનખાન દિલાવરખાન અને દિલાવરખાનના ભત્રીજા અફઝલખાન પઠાણની હત્યા બાદ ૧૨ આરોપીઓ સામે હત્યા સહિતના ગુન્હા નોંધાયા હતા અને પોલીસની ટીમે તાકીદના એક્શન લેતા આરોપીઓ પોલીસના હાથવેંતમાં હોવાની માહિતી આધારભૂત સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે.
જમીનના ડખ્ખા મામલે ચાલતી તકરારમાં મધરાત્રીએ ખૂની ખેલ ખેલાયો હતો અને ત્રણની હત્યા નીપજાવી દેવામાં આવી હતી જે બનાવ મામલે ફરિયાદી વસીમેં આરોપી ભરતભાઇ નારણભાઇ ડાભી, જયંતીભાઈ નારણભાઇ,અશ્વિનભાઈ જીવરાજભાઈ, ભરતભાઇ જીવરાજભાઈ, ધનજીભાઈ મનસુખભાઇ, કાનજીભાઈ મનસુખભાઇ, શિવાભાઈ રામજી, મનસુખભાઈ રામજીભાઈ, જીવરાજભાઈ રામજીભાઈ, પ્રવીણ શિવાભાઈ ડાભી, કિશોર શિવાભાઈ ડાભી તથા સંજય નારણભાઇ ડાભી સહિતના લોકોએ લાકડી, તલવાર, કુહાડી, ટોમી, ધારીયા સહિતના ઘાતક હથિયાર વડે આ હત્યાને અંજામ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
બનાવને પગલે રાત્રીના સમયથી ડીવાયએસપી બન્નો જોષી, એલસીબી, એસઓજી અને તાલુકા પોલીસની ટીમ બનાવ સ્થળે તેમજ હોસ્પિટલ ખતે તૈનાત કરવામાં આવી છે તો હત્યાનો ગુન્હો નોંધાયા બાદ તુરંત પોલીસે આરોપીને ઝડપી લેવા કવાયત આદરી હતી જેમાં તમામ ૧૨ આરોપીઓ પોલીસના હાથવેંતમાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે બનાવ બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો અને જ્યાં સુધી આરોપીઓ નહિ ઝડપાય ત્યાં સુધી મૃતદેહ ના સ્વીકારવા મક્કમતા દાખવી હતી અને હોસ્પીટલે પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો
રાહુલ નગવાડિયા
મોરબી
9737075717
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




