સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના દિવસે ભારતીય રેલ્વે દ્વારા શરુ થશે યુનિટી એક્સપ્રેસ

0
12

ન્યુ દિલ્હી,તા.૩૦
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના દિવસે જ ભારતીય રેલ્વે દ્વારા યુનિટી એક્સપ્રેસ શરૂ કરવામાં આવશે. રાજકોટથી દક્ષિણ ભારત સુધીની આ યુનિટી એક્સપ્રેસ ટ્રેન સરદાર વલ્લભભાઇ પટેલનાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર કરશે.
રાજકોટ રેલ્વે ડિવીઝનનાં ડી.આર.એમ પી. બી. નિનાવેએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં એમણે જણાવ્યું હતું કે, ૩૧તારીખે ૧૨ઃ૫૦ વાગ્યે યુનિટી એક્સપ્રેસ રાજકોટ જંક્શનથી રવાના કરવામાં આવશે.
૧૨ દિવસ અને ૧૧ રાત્રીના પ્રવાસની આ ટ્રેનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાંથી ૬૦૦ જેટલા લોકોએ બુકિંગ કરાવી લીધું છે. ૮૦૦ પેસેન્જરની કેપેસિટી ધરાવતી ટ્રેનમાં ૧૨ સ્લિપિંગ કોચ અને ૧ થ્રી ટાયર એ.સી કોચ રહેશે.
જેમાં સ્લિપર કોચની ટીકીટ ભાડું ૧૧,૩૪૦ અને એ.સી કોચનું ટીકીટ ભાડું ૧૩,૮૬૦ રહેશે. આ પેકેજમાં રેલયાત્રા ઉપરાંત ભોજન, સાઈટ સીન, પરિવહન સહિત રાત્રી રોકાણ માટે કોમન હોલની સગવડ પણ આપવામાં આવશે.
મહત્વનું છે કે, આગામી ૩૧ તારીખે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે આ યુનિટી એક્સપ્રેસમાં પણ એક સ્પેશ્યલ કોચમાં સરદાર વલ્લભભાઇ પટેલનાં જીવન ચરિત્રને લઇને પોસ્ટરો અને સાહિત્ય રાખવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY