ભાજપ-શિવસેના વિધાનસભા-લોકસભા ચૂંટણી એક સાથે મળીને જ લડશે..!!

0
6

મુંબઈ,તા.૩૦
ભાજપની સહયોગી શિવસેના દ્વારા કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની વાળી સરકારોની સતત ટીકાઓ છતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આશા વ્યક્ત કરી છે કે બંને પાર્ટીઓ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી અને રાજ્ય વિધાનસભા ચૂંટણી એક સાથે મળીને લડશે.
એમને કહ્યું કે શિવસેના આ રાજકીય તથ્યથી જાણે છે કે જા બંને પાર્ટીઓ અલગ અલગ ચૂંટણી લડે છે તો એમને નુકસાન થશે કારણ કે કોંગ્રેસ, રાકાંપા તથા અન્યનું એક સાથે આવવાથી વિપક્ષની વોટ બેંક સંગઠિત થઇ ગઇ છે.
બુધવારે ફડણવીસલ સરકારના ચાર વર્ષ પૂર્ણ થવાના છે. મુખ્યમંત્રીએ સોમવારે મોડી રાત્રે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે એમને લાગતું નથી કે સામાન્ય ચૂંટણી અને રાજ્ય વિધાનસભા ચૂંટણી એક સાથે થશે અને મહારાષ્ટ્ર ભાજપે આ વિચારનો વિરોધ કર્યો છે.
આ દરમિયાન એમને મીડિયાના એ રિપોર્ટસને બકવાસ કહ્યો જેમાં દિલ્હીની એક એજન્સીના સર્વેક્ષણના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ભાજપના છ સાંસદ અને ૫૦ ધારાસભ્ય પોતાના ખરાબ પ્રદર્શનના કારણએ ચૂંટણીમાં હારનો સામનો કરી શકે છે.
એનાથી વિપરીત એમને કહ્યું કે ભાજપનો આંતરિક સર્વેક્ષણ ઉત્સાહજનક છે. એમને દાવો કર્યો છે કે પાર્ટીના વધારેમાં વધારે ધારાસભ્ય પસંદ કરવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY