આજ રોજ કર્ણાટક યોજાયેલ ચૂંટણીના પરિણામ આવતાં આખા રાજ્યમાં ભાજપાએ ૧૦૦ ની ઉપર બેઠકો મેળવતાં આખા ભારતમાં ભાજપના કાર્યકરો દ્રારા ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી ખુશી માનવી હતી.

જેના ભાગરૂપે આજ રોજ સાંજના ભરૂચ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્રારા કસક કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈને ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી કર્ણાટકની જીત બદલ ખુશી મનાવી હતી.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી,જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ,ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા,જિલ્લા ભાજપા મહામંત્રી ધર્મેશ ભટ્ટ, શહેર પ્રમુખ મહેન્દ્ર કંસારા સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતાં.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





