ભરૂચ અંકલેશ્વર વચ્ચે રેલવેનો ડાઉન લાઈનનો ઓવર હેડ વાયર તૂટી જતાં મુસાફરો અટવાયા

0
17

અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે મોડી સાંજે રેલવે યાતાયાત માટે ઉપયોગમાં લેવાતો ઓએચઈ કેબલ અચાનક તૂટી પડવાના પગલે રેલ વ્યવહાર ખોરવાતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.રેલવે તંત્ર દ્રારા તૂટેલ કેબલનું તત્કાલ સમારકામ હાથ ધરાતા મુસાફરોએ રાહત અનુભવી હતી.

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર 7 વાગ્યાના અરસામાં ભરૂચ અંકલેશ્વર વચ્ચે બોરભાઠા ગામ પાસે રેલવે લાઈનનો ડાઉન ટ્રેક ઉપરનો ઓએચઈ કેબલ ડબલ ડેક્કર ટ્રેન પાસ થયા પછી અચાનક તૂટી પડવાના પગલે રેલ વ્યવહાર ખોરવાયો હતો.જેના કારણે 7 વાગ્યા પછીની બધી ટ્રેનનોને જેતે સ્ટેશન પર રોકી દેવતાં અપ ડાઉન કરતાં મુસાફરો પ્લેટફોર્મ પર અટવાયા હતાં. બનાવ અંગેની જાણ થતાંજ સ્ટેશન માસ્ટર તેમજ રેલવે ટીમ ની દ્વારા તાત્કાલિક ધોરણે તૂટેલ ડાઉન ટ્રેકના કેબલનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું.

જેના કારણે 7 વાગ્યા પછીની ટ્રેનોને અસર પડી પડી હતી.જેમાં ભિલાડ પેસેન્જર,અગસ્ટક્રાંતિ, ઉદેપુર એક્સપ્રેસ,સયાજી
એક્સપ્રેસ જેવી ટ્રેન પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી પડી હતી.જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.જોકે રેલવે પ્રશાસન દ્વારા તાત્કાલિક કામ પૂર્ણ કરી રેલ વ્યવહાર ચાલુ કર્યો હતો.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY