નર્મદા જિલ્લા માં સ્ટેચ્યુ નો વિરોધ કરી રહેલા આદિવાસી આગેવાનો ની પોલીસે ધરપકડ કરી,300 જેવા આદિવાસીઓ ની ધરપકડ કરાઈ હોવાની વાત

0
1275

સભાસ્થળ નજીક ટાયરો સળગાવી સ્ટેચ્યુ ઓફ યુનિટી નો વિરોધ કરાયો ,નર્મદા જિલ્લા માં બજારો બંધ રહ્યા

નર્મદા જિલ્લા માં સ્ટેચ્યુ નો વિરોધ અને રાજપીપળામાં કાળા બલૂન ઉડાવનાર જિલ્લાના 300 થી વધુ આગેવાનો ની ધરપકડ કરાઈ

રાજપીપળા : નર્મદા જિલ્લા માં આદિવાસી આગેવાનો દ્વારા ્ટે્યુ ઓફ યુનિટી નો વિરોધ કરી કાળા બલૂન આકાશમાં ઉડાડી વિરોધ કરાયા બાદ મોદી વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાંર કરાયા જેમાં નરેન્દ્ર મોદી ગો બેક,અભિતો લી અંગળાઈ હૈ,આગે લડાઈ બાકી હૈ,નરેન્દ્ર મોદી હાયહાય જય ભીમ જય બિરસામુંડા સહીત ના અનેક સૂત્રોચ્ચાર કરાયા હતા જયારે રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લા માં ઠેર ઠેર કરાયેલા વિરોધ માં 300 થી વધુ આદિવાસીઓ ની આજે ધરપકડ કરાઈ હતી જેમાં રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસે વિરોધ કરી પાંચ હજાર જેવા કાળા અને ગેસ ભરેલા બલૂન ઉડાડતા યુવા આગેવાન ડૉ.પ્રફુલ વસાવા સહિત છ જેવા આદિવાસી આગેવાનો ની રાજપીપળા પોલીસે ધરપકડ કરી હતી સાથે સાથે જ્યાં પી એમ મોદી નું સભા સ્થળ હતું ત્યાં નજીક માં પણ ટાયરો સળગાવી વિરોધ કરાયો હતો જોકે રાજપીપળા થી લઈ ને કેવડિયા કોલોની ના માર્ગો પર ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત આ વિરોધ ના કારણે ખડકી દેવાયો હતો અને આગલે દિવસે ઘણા આદિવાસી આગેવાનો ને ડિટેઇન પણ કર્યા હતા છતાં આકાશ માં કાળા બલૂન અને સભા સ્થળ નજીક ટાયરો સળગાવાયા હતા જેથી આ વિરોધ કરી રહેલા આદિવાસીઓ ની પોલીસે ધરપકડ કરી હતી .

આજના બંધ માં જિલ્લા ના તમામ વેપારીઓ એ સારો સહકાર આપી બંધ સફળ બનાવ્યો : મહેશ વસાવા (ધારાસભ્ય,ડેડીયાપાડા )

ડેડીયાપાડા ધારાસભ્ય મહેશભાઈ વસાવા એ જણાવ્યું આજના સ્ટેચ્યુ ના વિરોધ માં આદિવાસી આંદોલન માં અમારા આદિવાસીઓ એ સારો વિરોધ કરી ધરપકડ પણ વોહરી હતી અને જિલ્લા માં બંધ ના એલાન માં તમામ નાના મોટા વેપારીઓ એ સારો સહકાર આપી આજના આ બંધ ને સફળ બનાવ્યો હતો

મોદી સરકાર આદિવાસીઓ ને ઉદ્યોગપતિઓ ના હવાલે કરતી સરકાર છે : ડૉ.પ્રફુલ વસાવા

300 થી વધુ આદિવાસીઓ ની ધરપકડ કરાઈ છે અને સારો વિરોધ રહ્યો હતો એમ યુવા આદિવાસી આગેવાન પ્રફુલ વસાવા એ જણાવ્યું હતું સાથે મોદી સરકાર આદિવાસીઓ દુશ્મન છે અને આદિવાળી વિરોધી માનસિકતા ધરાવે છે અને આ સરકાર આદિવાસીઓ ને આગળ કરી ઉદ્યોગપતિઓ ના હવાલે krivrhi હોય માટે અમારો આ વિરોધ છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY