ભુજમાં જિલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા જ્યુબીલી સર્કલ પાસેથી લારીઓ દૂર કરાઇ

0
103

ભુજ:
ભુજ શહેરમાં જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ભુજ શહેરના હાર્દ સમાન એવો જયુબેલી ગ્રાઉન્ડ પાસે ઉભતા નાસ્તાની લારીઓ વાળાઓને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આજરોજ સવારે જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. ઘણા સમય થી જ્યુબીલી ગ્રાઉન્ડ પાસે નાસ્તાની લારી, પેસેન્જર વાહનોને લીધે ખુબ જ ટ્રાફિક જામની સમસ્યાનો નિરાકરણ આવેલ છે. અવારનવાર રજુઆતને પગલે જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી કરાઈ હતી.

આજે જે કામગીરી થઈ તેને લોકોએ બિરદાવી અને ગણગણાટ જોવા મળ્યો કે આવી કામગીરી ભુજના બીજા ગીચતા ધરાવતા વિસ્તારોમાં પણ થાય જેથી રાહદારીઓને ઓછી તકલીફ પડે.

ભુજના ન્યુ સ્ટેશન રોડ પર ટ્રાફિકજામની સમસ્યા ઉકેલ ક્યારે આવશે ?
ભુજના ધમધમતા વિસ્તારમાં આવી સમસ્યાનો ઉકેલ આવુ જરૂરી છે. લોકો ઘણા વર્ષોથી આ મુશ્કેલીના કારણે તકલીફો ભોગવી રહ્યા છે.

રિપોર્ટર: ગૌતમ બુચિયા
ભુજ કચ્છ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY