વેજ ભોજન ખુબ ફાયદાકારક

0
58

તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે હાર્ટની બિમારીઓને દૂર રાખવા માટે વેજિટેરિયન ચીજવસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જા તમે વેજિટેરિયન છો તો આ અભ્યાસના તારણો તમારા માટે ખૂબ સારા છે અને મોટી રાહત આપી શકે છે. વેજિટેરિયન ભોજનથી હાર્ટની બિમારીઓનો ખતરો ઉલ્લેખનીય રીતે ઘટી જાય છે. ઇંગ્લેન્ડ અને સ્કોર્ટલેન્ડના ૪૪૫૦૦ લોકોને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નોન વેજિટેરિયન ભોજન છોડીને જા તમે વેજિટેરિયન ભોજન તરફ વળશો તો હાર્ટ માટે વધુ યોગ્ય રહેશે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નોન વેજિટેરિયન લોકોની સરખામણીમાં વેજિટેરિયન લોકોમાં મોતનો ખતરો અને હાર્ટની બિમારીનો ખતરો ૨૨ ટકા ઘટી જાય છે. કોલેસ્ટોલના પ્રમાણ, બ્લડપ્રેશર અને વજનમાં અંતર કોઈપણ વ્યક્તિના સારા આરોગ્યની તકોને વધારી દે છે. અમેરિકી જનરલ ક્લિનીકલ ન્યુટ્રીશનમાં અભ્યાસના તારણો પ્રકાશિત કરવામાં આવ્યા છે. પશ્ચિમી દેશોમાં હાર્ટ એેટેકને મોટા ખતરા તરીકે ગણવામાં આવે છે. બ્રિટનમાં દર વર્ષે ૯૪૦૦૦ લોકોના મોત આ બિમારીના લીધે થાય છે જ્યારે ૨૬ લાખ લોકો આ બિમારીના કારણે જીવી રહ્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ૧૫, ૧૦૦ વેજિટેરિયન અને ૨૯, ૪૦૦ નોન વેજિટેરિયન લોકોને આવરી લઈને અભ્યાસની પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું કે નોન વેજિટેરિયન ભોજન વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. શાકાહારી અથવા તો વેજિટેરિયન ભોજન આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY