સમસ્ત હિન્દુ ગડરિયા સમાજ (શક્તિનાથ પંચ) ભરૂચ દ્વારા ત્ર ભજનોત્સવ સત્સંગ કાર્યક્રમનો પ્રારંભ કરાયો.

0
21

ગતરોજ સાંજના ભરૂચના સેવાશ્રમ રોડ સ્થિત નીલકંઠ ઉપવન ખાતે સમસ્ત હિન્દૂ ગદરિયા સમાજ દ્રારા ત્રિદિવસીય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા સમસ્ત હિન્દુ ગડરિયા સમાજ (શક્તિનાથ પંચ) દ્રારા ગોકુલ ધામ ત્રિદિવસીય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.જેનું મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરી વિધવત પ્રારંભ ગતરોજ સાંજના કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ભરૂચના સ્વામી ઓમકારાનંદ,કુકરવાળાના સ્વામી લોકેશાનંદ,માં માણિબા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક અને સામાજિક કાર્યકર્તા ધનજી પરમાર, ભારતીય જનતા પાર્ટીના મંત્રી દિવ્યેશ પટેલ,નર્મદા ચેનલના ડાયરેકટર નરેશ ઠક્કર,ધર્મેશ પરમાર સહિત ગડરિયા સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY