રાજ્ય સરકાર દ્વારા ભાવનગરના કુંભારવાડા ચોકડી નારી ગામ ખાતે રૂપિયા ૮૧ કરોડના ખર્ચે ૧૮ મહિનાના સમયગાળામાં નિર્માણ થનારા પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝીયમ નું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખાતમુહુર્ત કરાયુ હતુ.
આ કાર્યક્રમ પ્રસંગે માન. મંત્રી એ ખાતમુહુર્ત અને તક્તીનું અનાવરણ કરી જણાવ્યુ હતું કે ભાવનગર જિલ્લાને પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝીયમ મળવાથી સૌરાષ્ટ્રના લાખો લોકોને આ મ્યુઝીયમમાં પાંચ ગેલેરી મારફતે અનેક પ્રકારની વૈજ્ઞાનિક માહિતી મળશે તે થકી તેમની પ્રતિભા ખીલશે.અંદાજે એક લાખ સ્ક્વેર મીટરમાં આ મ્યુઝીયમનું બાંધકામ થશે. માં-બાપ સમાજ અને સરકાર બાળકને આગળ આવવાની તક આપે એટલે તે બાળક ન ધારેલી સફળતા મેળવી શકે આવનારા દિવસોમાં રાજય અને દેશ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરે તે દિશામાં વિજ્ઞાનના ભરપુર ઉપયોગથી વિકાસ કરવામાં આવશે. માન. મંત્રીએ ઉપસ્થિત લોકોને સુજલામ સુફલામ જળસંચય અભિયાન-૨૦૧૮ નો નિર્દેશ આપી જળ બચાવવા અનુરોધ કર્યો હતો. તા. ૩૧ મે ના રોજ ઈશ્વરી શક્તિના આશીર્વાદ મેળવવા દરેક જિલ્લામાં પર્જન્ય યજ્ઞ કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ
આ કાર્યક્રમ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ક્વીઝ કોમ્પીટીશનની વિજેતા ટીમ નું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ હતુ. વિશાળ પડદા પર વિડીયો પ્રોજેક્ટર દ્વારા ક્ષેત્રીય વિજ્ઞાન સંગ્રહાલયની સંપૂર્ણ વિગતો દર્શાવતી માહિતી આપવામાં આવી હતી. રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે,વિજ્ઞાન ટેકનોલોજી વિભાગના સચિવ ધનંજયભાઈ, એસ. ડી. વોરા, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, મેયર નિમુબેન, જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, પ્રાંત અધિકારી, મામલતદાર, ડો. નરોત્તમ શાહુ, લોકભારતી સણોસરાના અરૂણભાઈ દવે, કોર્પોરેશનના પદાધિકારી, અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિતુલભાઈ રાવલે કર્યુ હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





