મહાનુભાવોએ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-૨૦૧૮ સંદર્ભે ચાલતા કામોનું તળાજા અને ભાવનગર તાલુકાના ગામોની મુલાકાત લીધી

0
29

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા સુરતના ભુતપુર્વ ધારાસભ્ય જનકભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-૨૦૧૮ સંદર્ભે ચાલતા કામોનું તળાજા અને ભાવનગર તાલુકાના ગામોની મુલાકાત લઈ જાતે નિરીક્ષણ કર્યુ હતુ
તળાજા તાલુકાના બેલા, રાજપરા, ભાવનગર તાલુકાના ભંડારીયા, પીથલપુર ગામે તેઓએ તળાવ, ચેકડેમ ઉંડા કરવાના કામોની જાત માહિતી મેળવી સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપી લોકોને પાણી બચાવવા અનુરોધ કર્યો હતો.
આ મુલાકાત વેળાએ જિલ્લાના અગ્રણી દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ જે તે ગામના સરપંચો, તલાટીઓ અને લોકો હાજર રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY