સમગ્ર ભરૂચની સમસ્યાને લઈને શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા આવેદનપત્ર આપવા જતા કોઈ અધિકારી હાજર ના મળતાં કોંગ્રી કાર્યકરોએ હલ્લા બોલ કરી નોંધાવ્યો વિરોધ.

0
564

ભરૂચ નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટના પગલે વિપક્ષના કોર્પોરેટરોએ આજે નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. ભરૂચ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ચાલતા રસ્તા,ગટર લાઇન, સ્વચ્છતા જેવા કાર્યોમાં વિલંબ થતાં ભરૂચની જનતા ત્રસ્ત થઈ ગઈ છે.લોકોને પાયાની સુવિધા આપવાની જગ્યાએ પાલિકા દ્વારા જનતા ને હેરાન કરવામાં આવે છે એવો સુર વ્યક્ત થયો. ત્યારે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના નગરપાલિકાના કોર્પોરેટરો દ્રારા આજે ભરૂચ નગરપાલિકામાં રજુઆત કરવા આવ્યાં હતા.

પરંતુ અત્રે ઉલ્લેખનિય છે કે, જયારે કોંગ્રેસના સભ્યો નગરપાલિકામાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે ભરૂચ નગરપાલિકા ઈન્ચાર્જ પ્રમુખ અને મુખ્ય અધિકારી ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી કોંગ્રેસી કાર્યકરોએ હાય રે નગરપાલિકા હાય હાય, હાય રે ભાજપ હાય હાય ના સુત્રોચાર કરી નગરપાલિકા ગજવી હતી.

કોંગ્રેસનાં કોર્પોરેટરોનો આક્ષેપ છે કે, ભરૂચમાં વિકાસ માત્ર કાગળ પર જ છે. આજે ભરૂચની જનતા અધૂરી કામગીરીથી ત્રસ્ત છે. જ્યારે નેતાઓ પોતાની મસ્તીમાં મસ્ત છે.

ભરૂચ ખાતે ચાલતી ધીમી અને પ્લાનિંગ વગરની કામગીરીથી કંટાળેલી પ્રજાના પ્રશ્નો લઈને શહેર કોંગ્રેસના કાર્યકરોએ-કોર્પોરેટરો દ્રારા નગરપાલિકામાં કોઈ અધિકારી કે પદાધિકારીઓ હાજર ન હોય પોતાની રજુઆતની કોપી મુખ્ય અધિકારી અને નગરપાલિકા પ્રમુખની કેબીનના દરવાજે ચોંટાડી પોતાનો રોષ ઠાલવ્યો હતો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY